Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિપક્ષની મહત્વની બેઠકના એક દિવસ પહેલા મમતા બેનર્જીની દિલ્હીમાં શરદ પવાર સાથે મુલાકાત

રાષ્ટ્રપતિ ચૂંણીની તારીખની જાહેરાત થતાની સાથે જ સંભવિત ઉમેદવારો માટે ચર્ચા શરુ ગઇ છે. સરકાર અને વિપક્ષ તમામ લોકો અત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તૈયારીમાં લાગ્યા છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ વિપક્ષી દળો અને નેતાઓને એક મંચ પર લાવવા માટે ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મખ્યમંત્રી મમતા બેનર્જી પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેમણે તમામ વિપક્ષી નેતાઓની એક સંયુક્ત બેઠ
વિપક્ષની મહત્વની બેઠકના એક દિવસ પહેલા મમતા બેનર્જીની દિલ્હીમાં શરદ પવાર સાથે મુલાકાત
Advertisement
રાષ્ટ્રપતિ ચૂંણીની તારીખની જાહેરાત થતાની સાથે જ સંભવિત ઉમેદવારો માટે ચર્ચા શરુ ગઇ છે. સરકાર અને વિપક્ષ તમામ લોકો અત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તૈયારીમાં લાગ્યા છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ વિપક્ષી દળો અને નેતાઓને એક મંચ પર લાવવા માટે ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મખ્યમંત્રી મમતા બેનર્જી પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેમણે તમામ વિપક્ષી નેતાઓની એક સંયુક્ત બેઠક પણ બોલાવી છે. તેવામાં આ બેઠક મળે તે પહેલા મમતા બેનર્જીએ એનસીપી સુપ્રિમો શરદ પવાર સાથે મુલાકાત કરી છે.

મમતા બેનર્જી મંગળવારે એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત મમતા બેનર્જીએ બુધવારે બોલાવેલી વિપક્ષની સંયુક્ત બેઠકના એક દિવસ પહેલા થઈ છે. વચ્ચે એવી એટકળો ચાલતી હતી કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. જો કે તેમણે જાતે જ આ એટકળો પર પૂર્ણવિરામ મુક્યું છે. શરદ પવાર પહેલાથી જ એવી અટકળોનો અંત લાવી ચૂક્યા છે કે તેઓ દેશના ટોચના પદની રેસમાં છે. NCP સુપ્રીમો અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે સોમવારે મુંબઈમાં કહ્યું હતું કે હું આ રેસમાં નથી, હું રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષનો ઉમેદવાર નહીં બનું."
દિલ્હીમાં શરદ પવારના ઘરે મુલાકાત
મમતા બેનર્જી શરદ પવારને દિલ્હીમાં તેમના ઘરે મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બેઠક લગભગ 20 મિનિટ ચાલી હતી. આ બેઠકને લઈને શરદ પવારે ટ્વિટ કરીને લખ્યું કે મમતા બેનર્જી આજે મને દિલ્હીમાં મારા નિવાસસ્થાને મળ્યા હતા. અમે આપણા દેશને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×