Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મમતા કુલકર્ણીનો લૂક બદલાયો, ડ્રગ્સ માફિયા સાથે લગ્ન કર્યા બાદ છોડ્યો હતો દેશ

વીતેલા જમાનાની ખૂબસૂરત અભિનેત્રી મમતા કુલકર્ણીના કેટલાક  ફોટા હાલમાં સશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. જેમાં તેનો લૂક એકદમ ઓળખવો મુશ્કેલ દેખાઇ રહ્યો છે. હાલમાં  મમતા કુલકર્ણીનો નો મેકઅપ લૂક વાયરલ થઇ રહ્યો છે. પોતાના માસૂમ ચહેરા સાથે લોકોના હ્દયમાં પોતાનું સ્થાન બનાવનારી આ અભિનેત્રીની પર્સનલ લાઇફ પણ વિવાદિત રહી છે. જો કે લોકો તેની માસૂમિયતના દીવાના હતાં હવે લોકો તેના ચહેરા પર એ માà
મમતા કુલકર્ણીનો લૂક બદલાયો  ડ્રગ્સ માફિયા સાથે લગ્ન કર્યા બાદ છોડ્યો હતો દેશ
Advertisement
વીતેલા જમાનાની ખૂબસૂરત અભિનેત્રી મમતા કુલકર્ણીના કેટલાક  ફોટા હાલમાં સશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. જેમાં તેનો લૂક એકદમ ઓળખવો મુશ્કેલ દેખાઇ રહ્યો છે. હાલમાં  મમતા કુલકર્ણીનો નો મેકઅપ લૂક વાયરલ થઇ રહ્યો છે. પોતાના માસૂમ ચહેરા સાથે લોકોના હ્દયમાં પોતાનું સ્થાન બનાવનારી આ અભિનેત્રીની પર્સનલ લાઇફ પણ વિવાદિત રહી છે. જો કે લોકો તેની માસૂમિયતના દીવાના હતાં હવે લોકો તેના ચહેરા પર એ માસૂમિયત પાછી જોવાં માંગી રહ્યાં છે. 
 

90ના દશકમાં આપી ઘણી હિટ ફિલ્મો 
બોલિવુડમાં 90ના દશકાની સુપરહિટ ફિલ્મોની વાત કરીએ તો  મમતા કુલકર્ણી 'આશિક આવારા', 'ચાઇના ગેટ', 'વક્ત હમારા હૈ', 'ક્રાંતિવીર','કરણ અર્જુન', 'સબસે બડા ખીલાડી', 'આંદોલન', 'બાજી', 'છૂપા રુસ્તમ', જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની છેલ્લી 'ફિલ્મ કભી તુમ કભી હમ' હતી. આ ફિલ્મમાં કામ કર્યા બાદ મમતાએ બોલિવુડને અલવિદા કહી દીધું હતું, મમતાએ 1992માં 'તિરંગા' ફિલ્મથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. સાથે તેણે કન્નડ, તમિલ, તલુગુ, બંગાળી ,અને મલયાલી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. 


પર્સનલ લાઇફ પણ ઘણી વિવાદોમાં
મમતાની પર્સનલ લાઇફ પણ ઘણી વિવાદોમાં રહી છે, તેણે ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતાં અને દેશ છોડી દીધો હતો, સાથે જ તેણે ઇન્ડસ્ટ્રીને પણ અલવિદા કરી દીધું હતું. જ્યારે વિક્કીની પોલીસે ઘરપક઼ડ કરી હતી ત્યારે મમતા કુલકર્ણીનું નામ પણ સામે આવ્યું હતું, સાથે જ મમતા તપાસના દાયરામાં પણ આવી હતી. હાલમાં તે દક્ષિણ આફ્રિકાના કેન્યામાં હોવાના સમાચારો છે.  
Tags :
Advertisement

.

×