Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચોમાસાંની મસ્ત-મજ્જાની મોસમમાં ખાવાની મજા પડે તેવા મમરાના વેજ ભજીયા

ચોમાસાની મસ્ત-મજ્જાની મોસમ ચાલુ થઈ ગઈ છે. અને આવા ઝરમર વરસાદની વચ્ચે કંઈક તીખ્ખું-તમતમતું કે પછી ચટ્ટાકેદાર ખાવા મળી જાય.. તો તો.. વરસાદની મજા પમ ડબલ થઈ જાય.. તેવામાં આપણે ભજીયા તો ખાતા જ હોઈશું. પણ જો કંઈક અલગ ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે? તો ચાલો આજે બનાવીએ મમરાના વેજ ભજીયા..મમરાના વેજ ભજીયા બનાવવા માટેની સામગ્રી:1 વાટકી મમરા 2 કેપસીકમ (બધા કલર ના પણ લઈ શકાય)ડુંગળી 1 નંગઆદુ મરચાઅડધી વાટકી ચà
ચોમાસાંની મસ્ત મજ્જાની મોસમમાં ખાવાની મજા પડે તેવા મમરાના વેજ ભજીયા
Advertisement
ચોમાસાની મસ્ત-મજ્જાની મોસમ ચાલુ થઈ ગઈ છે. અને આવા ઝરમર વરસાદની વચ્ચે કંઈક તીખ્ખું-તમતમતું કે પછી ચટ્ટાકેદાર ખાવા મળી જાય.. તો તો.. વરસાદની મજા પમ ડબલ થઈ જાય.. તેવામાં આપણે ભજીયા તો ખાતા જ હોઈશું. પણ જો કંઈક અલગ ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે? તો ચાલો આજે બનાવીએ મમરાના વેજ ભજીયા..

મમરાના વેજ ભજીયા બનાવવા માટેની સામગ્રી:
1 વાટકી મમરા 
2 કેપસીકમ (બધા કલર ના પણ લઈ શકાય)
ડુંગળી 1 નંગ
આદુ મરચા
અડધી વાટકી ચણાનો લોટ
2 ચમચી કોર્ન ફ્લોર or કણકી નો લોટ 
તેલ
મમરાના વેજ ભજીયા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ મમરા ધોઈ ને કોરા કરી લો.
કેપસીકમ, ડુંગળી,આદુ,મરચા, બધુ મીક્ષ કરી તેમાં ચણાનો લોટ,કોર્ન ફ્લોર, મીઠું, મરચું અને હળદર ઉમેરો 
પહેલા બધુ મીક્ષ કરી ભજીયાના ગોળા વળે તેવુ ખીરું તૈયાર કરો.
પાણી એડ કરવાની જરૂર નહી પડે. 
મમરા ભીના છે, તેમજ ડુંગળીમાંથી પણ પાણી નીકળશે .
જરૂર લાગે તો જ બે-ત્રણ ચમચી પાણી એડ કરી બધા ગોટા વાળી લો. 
ત્યારબાદ ગરમ તેલમાં તળી  ટોમેટો કેચઅપની સાથે ગરમાગરમ સર્વ કરો.
તો તૈયાર છે સરસ મજાના મમરાના વેજ ભજીયા
 .
Tags :
Advertisement

.

×