બોલિવૂડની મોહમાયા છોડી સાધ્વી બન્યા મમતા કુલકર્ણી, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
પ્રયાગરાજ ખાતે આયોજિત 144માં મહાકુંભમાં ઉપસ્થિત રહેલ અભિનેત્રી મમતા કુલકર્ણી અને હાલ તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ તરીકે ઓળખાય છે.
Advertisement
- કિન્નર મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાત
- મમતા કુલકર્ણીએ જણાવ્યું કેવી રીતે આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો
- બોલીવુડની મોહમાયા છોડી સાધ્વી બન્યા મમતા કુલકર્ણી
- ‘અભિનેત્રીનું જીવન 23 વર્ષ પહેલા જ છોડી દીધુ હતુ’
- ‘12 વર્ષ સુધી સખત તપ કર્યુ હતું મમતા કુલકર્ણીએ’
- ‘જન્મ સિદ્ધ કરવા માટે આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો’
Mamta Kulkarni became Sadhvi : પ્રયાગરાજ ખાતે આયોજિત 144માં મહાકુંભમાં ઉપસ્થિત રહેલ અભિનેત્રી મમતા કુલકર્ણી અને હાલ તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ તરીકે ઓળખાય છે. તેમની સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિએ જણાવ્યું કે, સિલિબ્રિટીનું જીવન મેં 23 વર્ષ પહેલા જ છોડી દીધું હતું. મેં 12 વર્ષ સુધી તપ કર્યું છે, વર્ષ 2000થી 2012 સુધી મેં ઘોર તપસ્યા કરી છે. અને ત્યારબાદ બીજા 7-8 વર્ષ સુધી મેં ઉગ્ર તપ કર્યું. તો હવે આ મારી ઉપાધી છે કે, મેં આટલું તપ કર્યું છે. અને ચાર દિવસથી હું અહીંયા કુંભમેળામાં આવી છું.
Advertisement


