Narmda માં વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
Advertisement
હવામાન ખાતાની આગાહીના પગલે નર્મદા જિલ્લામાં ગઈકાલે રાતે આવેલા વાવાઝોડા સાથે વરસાદના પગલે ખેતી પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. નર્મદા જિલ્લામાં કેળા, શેરડી મહત્વના પાકમાં નુકસાન ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે. પ્રવીણભાઈએ 12 એકરમાં 1200 જેટલા આંબાનું વાવેતર કર્યું હતું. જેમાં કેસર અને આમ્રપાલી જાતની કેરીના આંબા છે.વાવઝોડાના ખેડૂતને પગલે 5 થી 6 લાખનું નુકસાન થયું છે.પ્રવીણભાઈ એ પોતાના આંબા જીગર તળપદાને 17 લાખમાં ભાડે આપ્યા હતા.પણ જીગરભાઈને પણ હવે આંબા ના પૈસા આપવામાં તકલીફ પડી રહી છે. જેનું કારણ પણ વાવાઝોડું જ છે. વાવાઝોડા પહેલા કેરીનો ભાવ 75 થી 100 રૂપિયે કિલોનો ભાવ હતો.પણ હવે વાવાઝોડા બાદ કેરીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
Advertisement


