Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મેરીટાઇમ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝનું આયોજન કરાયું, દરિયાઈ તેલના ફેલાવાને રોકવા પ્રયાસ

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ  (આઇસીજી) એ  21 અને 22  ફેબ્રુઆરી  2023  ના રોજ પોરબંદર ખાતે એરિયા લેવલ મેરીટાઇમ પોલ્યુશન રિસ્પોન્સ વર્કશોપ અને કવાયત હાથ ધરી હતી. આ કવાયતનો ઉદ્દેશ દરિયાઇ તેલના પ્રકોપ સામે લડવા માટેની પ્રતિભાવ મિકેનિઝમને ચકાસવાનો અને જિલ્લા ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર ક્નટીજન્સી પ્લાનને પુનપ્રાપ્ત કરવાનો હતો. પોરબંદરથી ઓઇલ સ્પિલ એક્સરસાઇઝ કરવામાં આવી હતીઆ ઇવેન્ટનું ઉદ્ઘાટન ડીઆઈજી એસàª
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મેરીટાઇમ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝનું આયોજન કરાયું  દરિયાઈ તેલના ફેલાવાને રોકવા પ્રયાસ
Advertisement
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ  (આઇસીજી) એ  21 અને 22  ફેબ્રુઆરી  2023  ના રોજ પોરબંદર ખાતે એરિયા લેવલ મેરીટાઇમ પોલ્યુશન રિસ્પોન્સ વર્કશોપ અને કવાયત હાથ ધરી હતી. આ કવાયતનો ઉદ્દેશ દરિયાઇ તેલના પ્રકોપ સામે લડવા માટેની પ્રતિભાવ મિકેનિઝમને ચકાસવાનો અને જિલ્લા ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર ક્નટીજન્સી પ્લાનને પુનપ્રાપ્ત કરવાનો હતો.
 
પોરબંદરથી ઓઇલ સ્પિલ એક્સરસાઇઝ કરવામાં આવી હતી
આ ઇવેન્ટનું ઉદ્ઘાટન ડીઆઈજી એસકે વર્ગીસ, કમાન્ડર, કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નં.૧, પોરબંદર દ્વારા મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં જીએમબી, ખાનગી બંદરો, મત્સ્યોદ્યોગ, સ્થાનિક વહીવટીતંત્ર, પેટ્રોકેમિકલ ઉદ્યોગો, ઓઇલ હેન્ડલિંગ એ.ના અધિકારીઓ સહિત વિવિધ હિતધારક એજન્સીઓ. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસના વૈજ્ઞાનિકોએ વર્કશોપ દરમિયાન પ્રવચનો અને પ્રસ્તુતિઓ આપી હતી. વર્કશોપ પછી પોરબંદરથી ઓઇલ સ્પિલ એક્સરસાઇઝ કરવામાં આવી હતી,
જેમાં તમામ હિતધારકોની અસરકારકતાની ખાતરી કરવામાં આવી હતી.આઇસીજીની ડિસ્ટ્રિક્ટ ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર ક્નટીજન્સી પ્લાન મુજબ માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓ  અને આકસ્મિકતાઓની માન્યતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઇસીજી શિપ સમુદ્ર પાવક પર પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું, જે દરિયાઈ તેલના પ્રકોપ સામે લડવા માટ ેઆઇજીનું વિશેષ ભૂમિકા શિપ છે.આ ઇવેન્ટ દરિયાઈ તેલના ફેલાવાના કિસ્સામાં હિસ્સેદારો વચ્ચે સુમેળ સુધારવા માટેનો સંકલિત પ્રયાસ હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×