Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મારીયુપોલની ખરાબ હાલત, જયાં જુઓ ત્યાં મૃતદેહોના ઢગલા

રશિયા અને યુક્રેન વચ્ચે લગાતાર ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેનની હાલત ખરાબ થઇ ગઇ છે અને મોટી સંખ્યામાં યુક્રેનના લોકો માર્યા ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે. સૌથી વધુ ખરાબ હાલત મારીયુપોલ સિટીની છે જયાં હજારો લોકોના શબને કબ્રસ્તાનમાં કઇ રીતે લઇ જવા તેવી સ્થિતી સર્જાઇ છે. સર્વત્ર મૃતદેહોના ઢગલા જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પણ ખતરનાક બની
મારીયુપોલની ખરાબ હાલત  જયાં જુઓ ત્યાં મૃતદેહોના ઢગલા
Advertisement
રશિયા અને યુક્રેન વચ્ચે લગાતાર ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેનની હાલત ખરાબ થઇ ગઇ છે અને મોટી સંખ્યામાં યુક્રેનના લોકો માર્યા ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે. સૌથી વધુ ખરાબ હાલત મારીયુપોલ સિટીની છે જયાં હજારો લોકોના શબને કબ્રસ્તાનમાં કઇ રીતે લઇ જવા તેવી સ્થિતી સર્જાઇ છે. 
સર્વત્ર મૃતદેહોના ઢગલા 
જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પણ ખતરનાક બની રહ્યું છે.  રશિયા લગાતાર આક્રમણ કરી રહ્યું છે અને ભારે બોંબ વર્ષા અને મિસાઇલ એટેકના કારણે યુક્રેનના લોકોના મોત થઇ રહ્યા છે. સૌથી ખરાબ હાલત મારીયુપોલ શહેરની છે. અહી માર્યા ગયેલા લોકોના શબ કબ્રસ્તાનમાં લઇ જવા પણ સંભવ નથી જેથી આ મૃતદેહોને પાર્ક અને સ્કુલમાં દફન કરવા પડી રહ્યા છે. ઘણા મૃતદેહો આમ જ જયાં ત્યાં પડી રહ્યા છે. શહેર એટલી હદે બરપાદ થઇ ગયું છે કે તેની તુલના સિરીયાના અલેપ્પો શહેર સાથે થઇ રહી છે. 

મારીયપોલનો વિશ્વ સાથેનો સંપર્ક તૂટયો 
મારીયુપોલમાં સંચાર સેવા સંપુર્ણપણે ઠપ થઇ ગઇ છે જે લોકોએ બંકરોમાં શરણ લીધી છે, ત્યાં હાલત એવી છે કે બંકરમાં શરણ લઇ રહેલા લોકોમાંથી કોઇ જમવાનું લેવા માટે બહાર જાય અને લાંબા સમય સુધી પરત ન ફરે તો કંઇક બન્યું હોવાની આશંકા સાથે લોકો રોવા માંડે છે. મારીયુપોલ શહેરનો વિશ્વ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. માત્ર સોશિયલ મીડિયા દ્વારા જ થોડા અહેવાલો બહાર આવી રહ્યા છે. 
લોકોને રશિયા ધકેલી દેવાય છે
યુક્રેનના કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે લખ્યું હતું કે જે લોકો કોઇ પણ રીતે શહેર છોડીને બીજા દેશોમાં જવાની કોશિશ કરે છે, તેમના પાસપોર્ટ રશિયન સેના છીનવી રહી છે અને જબરજસ્તીથી રશિયાની સરહદમાં મોકલી રહી છે. અંદાજે 3 હજાર લોકોને રશિયામાં ધકેલી દેવાયા છે. 
Tags :
Advertisement

.

×