નિજ મંદિરમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવ્યો, ભટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરાઈ
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્àª
Advertisement
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે અંબાજી મંદિર ખાતે બપોરે 12 વાગે રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને મંદિરના ગર્ભગૃહમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટવામાં આવ્યો હતો.
માતાજીના મંદિર મા ભક્તો આસ્થા ધરાવે છે
અંબાજી મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને વિદેશથી પણ ભક્તો માતાજીના આશીર્વાદ લેવા અંબાજી આવતા હોય છે. દેશ બહાર રહેતા લોકો મા પણ માતાજીના મંદિર મા ભક્તો આસ્થા ધરાવે છે. અંબાજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છીએ ત્યારે તેમને ઘણી વખત અન્નકૂટ આરતીના દર્શન થતા હોય છે. અંબાજી મંદિર ખાતે આજે ખાનગી દાતા દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું. જેમાં 56 જાતની મીઠાઈ ધરાવવામાં આવી હતી. અન્નકૂટ ધરાયા બાદ અંબાજી મંદિર અન્નકૂટ આરતી કરવામાં આવી હતી.
અન્નકૂટઆરતી માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
હાલમા ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમા અને બહારથી આવતા ભક્તો ગબ્બર પરિક્રમાના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરના દર્શન કરવા અચુક આવે છે ત્યારે આજે ભક્તોને અંબાજી મંદિર ના અન્નકૂટ આરતી ના દર્શન થયા હતા. અંબાજી મંદિરમા અન્નકૂટ આરતી ગર્ભગૃહની બહારની સાઈડ થાય છે. આજે આરતીમાં ઘણા ભકતો જોડાયા હતા
આપણ વાંચો-ખાણ ખનિજ વિભાગની ગાડીમાં GPS લગાવનારા પૂર્વ પોલીસ કર્મી સહિત 2 ઝડપાયા, આવી રીત પાર પાડતા હતા મિશન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


