રાજકોટમાં રફ્તારે મચાવ્યો કહેર! વૃદ્ધનું મોત, બે ઘાયલ
Rajkot : રાજકોટના મવડી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે રફ્તારનો આતંક મચાવ્યો, જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
Advertisement
Rajkot : રાજકોટના મવડી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે રફ્તારનો આતંક મચાવ્યો, જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા ઋત્વિજ પટોડિયા નામના આરોપીએ એકસાથે ત્રણ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો, જેમાં 100થી વધુની સ્પીડે કાર ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે પોલીસે ઋત્વિજ પટોડિયા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. કારમાં સવાર બે મહિલાઓ ઘટના બાદ ફરાર થઈ ગઈ હતી. પોલીસે આરોપી સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Advertisement


