Rajkot માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં બેઠક
રાજકોટ સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકા , જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમિત શાહે પક્ષને વધુ મજબૂત કરવા માટે અનેક સૂચનો આપ્યા હતા. તેમણે ખાસ કરીને...
Advertisement
રાજકોટ સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકા , જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમિત શાહે પક્ષને વધુ મજબૂત કરવા માટે અનેક સૂચનો આપ્યા હતા. તેમણે ખાસ કરીને તાજેતરમાં જીએસટીમાં થયેલા ઘટાડાનો મુદ્દો લોકો સુધી સક્રિય રીતે પહોંચાડવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત, તેમણે સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવા પર ભાર મૂક્યો અને બે લાખ લોકોને સ્વદેશી અપનાવવા માટે જાગૃતતાના ફોર્મ ભરાવવાનો લક્ષ્યાંક પણ આપ્યો. આ બેઠક દરમિયાન અમિત શાહે પક્ષના જૂના અને અનુભવી કાર્યકરોને યાદ કરીને એક સૂચક સંદેશ આપ્યો હતો કે સૌએ એક બનીને ભાજપને વધુ મજબૂત બનાવવો જોઈએ..જુઓ અહેવાલ
Advertisement


