Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં મેઘાનું તાંડવ, CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘો તાંડવ કરી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે જનજીનવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા àª
ગુજરાતમાં મેઘાનું તાંડવ  cm ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક
Advertisement

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘો તાંડવ કરી રહ્યો
છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે જનજીનવ
અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી
બેઠક બોલાવી છે.
રાજ્યમાં સતત પડી
રહેલા વરસાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર
સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. સ્ટેટ
ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી
, રાજ્યમાં વરસાદથી
કયા કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે. રાજ્યભરમાં હજુ હવામાન વિભાગ દ્વારા
આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી
સંવેદનશીલતાનું ઉદાહરણ પુરુ પાડતાં રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી
સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર
, ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં દિવસ દરમિયાન દક્ષિણ
અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર
, ડાંગ, નર્મદા, વલસાડ,

 

Advertisement

Advertisement



ધોધમાર વરસાદથી અસરગ્રસ્ત એવા 6 જિલ્લાના કલેક્ટરશ્રીઓને તેમના
જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો
, દરિયામાં
ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી
,
પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન
આપ્યું હતું.

 

રાજ્યમાં આજે આ છ જિલ્લાઓમાં સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦
વાગ્યા દરમિયાન ૫ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ
સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાની જરૂર જણાય તો જિલ્લા કલેકટરએ સ્થાનિક સ્તરે
જ જરૂરી નિર્ણય લઇ ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

 


ઉપરાંત મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેક્ટર કંટ્રોલ
રૂમમાં વાતચીત કરી સ્થિતિનો અંગેનો તાગ મેળવ્યો હતો. મહેસુલ મંત્રી રાજેન્દ્ર
ત્રિવેદી પણ આ વેળાએ ઉપસ્થિત હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર
,
મહેસૂલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ
અને મકાન વિભાગના સચિવ શ્રી સંદીપ વસાવા
, રાહત
કમિશનર પી. સ્વરૂપ સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદ બેઠકમાં જોડાયા હતા.

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં
153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  14
તાલુકાઓમાં 5 ઇંચ
કરતા વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ છોટા ઉદેપુરના બોડેલીમાં
14
ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જાંબુઘોડામાં 10
ઇંચ, વઘઇમાં 8 ઇંચ, આહ્વામાં 7 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ, સંખેડામાં 6 ઇંચ, સાગબારામાં 6 ઇંચ,
સુબીરમાં 6 ઇંચ, ડેડિયાપાડામાં 6 ઇંચ,
ઉમરપાડામાં 5 ઇંચ
વરસાદ
, વાંસદામાં 5 ઇંચ , નસવાડીમાં 3 ઇંચ, ડભોઇમાં 3 ઇંચ, હાલોલમાં 3 ઇંચ, મહુવામાં 3 ઇંચ, કુકરમુડામાં 3 ઇંચ,
તિલકવાડામાં 3 ઇંચ,
ધરમપુરમાં 3 ઇંચ, વાલોદમાં 2 ઇંચ, નીઝરમાં 2 ઇંચ, અબડાસામાં 2 ઇંચ, કપરાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

 

Tags :
Advertisement

.

×