Mehsana : અમદાવાદી પાણી વેચવાવાળાએ નકલી IAS બની કળા કરી
વિસનગર પોલીસે ઝડપેલ અર્પિત (Arpit) પોતાની ઓળખ IAS તરીકે આપતો હતો. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, અર્પિત કોઈ અધિકારી નહિ પણ પાણી વેચવા વાળો શ્રમિક હતો.
Advertisement
Fake IAS : મહેસાણા જિલ્લા વિસનગરના કાંસાના દિનેશ પટેલ (Dinesh Patel) એ ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં આરોપી સુરતના પિતા-પુત્ર પટેલ જયંતિભાઈ (Jayantibhai) અને કૌશિક પટેલ (Kaushik Patel) એ દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવીને અંદાજિત 22 લાખ રુપિયા પડાવી લીધા હતા. આ કિસ્સામાં અર્પિત નામક એક વ્યક્તિએ નકલી IAS બનીને છેતરપિંડીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે વિસનગર પોલીસે અર્પિતને ઝડપીને જેલભેગો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ નકલી IAS ઓફિસર પાણી વેચનાર શ્રમિક હોવાનું સામે આવ્યું છે. જૂઓ અહેવાલ....
Advertisement


