Dahod MANREGA Scam : કૌભાંડી પુત્રો અંગે શું બોલ્યા મંત્રી Bachu Khabad
પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડનો લૂલો બચાવ મારા પુત્રો મનરેગાનું કામ કરતા નથીઃ બચુ ખાબડ મારા પુત્રો માત્ર મટીરીયલ સપ્લાયનું કામ કરે છે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડનું બચાવનામું સામે આવ્યું છે. જેમાં પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડે લૂલો...
Advertisement
- પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડનો લૂલો બચાવ
- મારા પુત્રો મનરેગાનું કામ કરતા નથીઃ બચુ ખાબડ
- મારા પુત્રો માત્ર મટીરીયલ સપ્લાયનું કામ કરે છે
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડનું બચાવનામું સામે આવ્યું છે. જેમાં પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડે લૂલો બચાવ કર્યો છે. ત્યારે મંત્રી બચુ ખાબડે જણાવ્યું છે કે મારા પુત્રો મનરેગાનું કામ કરતા નથી. મારા પુત્રો માત્ર મટીરીયલ સપ્લાયનું કામ કરે છે. મારા પુત્રોને સામેથી મે હાજર કર્યા છે. હું અને મારા દીકરા સહયોગ કરીએ જ છીએ. તપાસની અંદર જે તથ્યો આવશે તે સ્વીકારીશું. જે પણ ન્યાયિક પરિણામ આવે તે સ્વીકારીશું. રાજ્ય સરકારે જે નિર્ણય કરશે તેને સ્વીકારીશું. ભૂગર્ભમાં હોવાની વાત ખોટી, હું જનતાની વચ્ચે છું. હું ભ્રષ્ટાચારી હોત તો લોકો મને ચૂંટત જ નહીં. મને ન્યાય તંત્ર સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસને રાજીનામું માગવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસને રાજીનામું લેવું હોય તો રૂબરૂ આવે.
Advertisement


