Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેવનો દીધેલ

દિવાળીની સાફસફાઇ વખતે માળિયામાં પડેલું દીકરા કુશનું પારણું પીનાએ ઉતારીને સાફ કર્યું, સાફ કરતાં કરતાં એ ભૂતકાળમાં પહોંચી ગઈ. 'દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ..'એ પૂરું ગાઈ ન શકી. એના આંસુથી પારણાં પરની રહી સહી ધૂળ પણ સાફ થઈ ગઈ. છાપામાં દીકરાના ફોટા સાથે તેના કરતૂતોની વિગતવાર માહિતી નજર સામે ફરી વળી…  હાલરડું  ફરી હોઠે આવ્યું,'દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ..' ગળામાં ડુમો બાઝ્યો. આàª
દેવનો દીધેલ
Advertisement
દિવાળીની સાફસફાઇ વખતે માળિયામાં પડેલું દીકરા કુશનું પારણું પીનાએ ઉતારીને સાફ કર્યું, સાફ કરતાં કરતાં એ ભૂતકાળમાં પહોંચી ગઈ. 
"દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ.."
એ પૂરું ગાઈ ન શકી. એના આંસુથી પારણાં પરની રહી સહી ધૂળ પણ સાફ થઈ ગઈ. છાપામાં દીકરાના ફોટા સાથે તેના કરતૂતોની વિગતવાર માહિતી નજર સામે ફરી વળી…  હાલરડું  ફરી હોઠે આવ્યું,
"દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ.." ગળામાં ડુમો બાઝ્યો. આગળના શબ્દોએ બહાર નીકળવા જોર કર્યું, "લઈ લે પાછો…!"
 – રેના સુથાર
Tags :
Advertisement

.

×