ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ
અમદાવાદમાં 27 જૂન, 2025ના રોજ યોજાનારી 148મી ભગવાન જગન્નાથ રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ રથયાત્રાના 16 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કર્યું, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ જોડાયા.
Advertisement
Ahmedabad : અમદાવાદમાં 27 જૂન, 2025ના રોજ યોજાનારી 148મી ભગવાન જગન્નાથ રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ રથયાત્રાના 16 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કર્યું, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ જોડાયા. આ નિરીક્ષણ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી, જેમાં રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનોને ખાસ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને, સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવા અમદાવાદ પોલીસ દ્વારા અંતિમ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી, જેમાં અદ્યતન ટેકનોલોજી અને 20,000થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત સામેલ છે.
Advertisement


