Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુષ્કર્મ થયું કે પછી અફેર પછી પ્રેગ્નેન્ટ થઈ ગઈ ? 9માં ધોરણની સગીરા સાથે ગેંગરેપ બાદ મમતા બેનર્જીએ આપ્યું શરમજનક નિવેદન

પશ્ચિમ બંગાળના નાદિયામાં 14 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના પર સીએમ મમતા બેનર્જીએ સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું- વાર્તા કહેવામાં આવી રહી છે કે એક સગીર બાળકીનું બળાત્કારને કારણે મોત થયું, શું તમે તેને રેપ કહો છો? શું તમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તે છોકરી શા માટે ગર્ભવતી હતી અથવા તેણીનું અફેર હતું ? પોલીસે મને કહ્યું છે કે છોકરી અને છોકરાનું અફેર હતું. ઉલ્લેખનીય છે કે 5 àª
દુષ્કર્મ થયું કે પછી અફેર પછી પ્રેગ્નેન્ટ થઈ ગઈ   9માં ધોરણની સગીરા સાથે ગેંગરેપ બાદ મમતા બેનર્જીએ આપ્યું શરમજનક નિવેદન
Advertisement

પશ્ચિમ બંગાળના નાદિયામાં 14 વર્ષની બાળકી
પર બળાત્કારની ઘટના પર સીએમ મમતા બેનર્જીએ સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ
કહ્યું- વાર્તા કહેવામાં આવી રહી છે કે એક સગીર બાળકીનું બળાત્કારને કારણે મોત
થયું
, શું તમે તેને રેપ કહો છો? શું તમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તે છોકરી શા માટે ગર્ભવતી હતી
અથવા તેણીનું અફેર હતું

? પોલીસે મને કહ્યું છે કે છોકરી અને છોકરાનું
અફેર હતું.
ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલે 14 વર્ષની સગીર છોકરીનું મોત થયું હતું.
પીડિતાના પરિવારનો આરોપ છે કે તે જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી જ્યાં તેના પર
બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું. પરિવારનું કહેવું છે કે
તૃણમૂલ કોંગ્રેસના નેતાના દબાણ હેઠળ બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જબરદસ્તીથી
તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ જ તૃણમૂલ કોંગ્રેસના નેતા બ્રજ ગોપાલ ગો
વાલાના 21 વર્ષીય પુત્ર પર છોકરી પર બળાત્કારનો આરોપ છે.

— ANI (@ANI) April 11, 2022" title="" target="">javascript:nicTemp();

બીજી તરફ રાજ્ય ભાજપે આ મામલે રાણાઘાટમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું હતું. ભાજપના નેતા અર્ચના મઝુમદાર પણ
પીડિત પરિવારને મળવા ગયા હતા. મૃતક યુવતીના પિતાના જણાવ્યા અનુસાર
4 એપ્રિલના રોજ તેમની પુત્રી સમર તેમના પુત્રના આમંત્રણ પર ગોઆલાના જન્મદિવસની
પાર્ટીમાં ગઈ હતી. સાંજે
7:30 વાગ્યાની આસપાસ એક પુરુષ અને બે
મહિલાઓ તેમની પુત્રીને પકડીને ઘરે લઈ આવ્યા હતા. ઘરે આવ્યા બાદ પુત્રીના પ્રાઈવેટ
પાર્ટમાંથી લોહી નીકળતું હતું. બીજે દિવસે સવારે તેની તબિયત બગડવા લાગી તેથી અમે
ડૉક્ટરને શોધવા ગયા
, અમે પાછા આવ્યા ત્યાં સુધીમાં અમારી
દીકરી મરી ગઈ હતી. સમર ગોવાલાના દીકરાએ અમારી દીકરી પર બળાત્કાર કર્યો.


પીડિતાની માતાના કહેવા પ્રમાણે 4 એપ્રિલે સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ મારી પુત્રીને
જન્મદિવસની પાર્ટીમાં લઈ ગયા હતા. ત્યાં સમર ગોવાલાના પુત્રએ મારી પુત્રી પર
બળાત્કાર કર્યો હતો. મારી દીકરીને મૂકવા આવેલા લોકોએ અમને ધમકી આપી હતી કે જો અમે
મોઢું ખોલીશું તો ઘરને આગ લગાવી દઈશું. તે સમયે અમે ડરી ગયા હતા તેથી અમે કંઈ
બોલ્યા નહીં પરંતુ હવે અમને ન્યાય જોઈએ છે.

Advertisement
Tags :
Advertisement

.

×