ધારાસભ્ય અનંત સિંહને ઝટકો, AK-47 રાખવાના કેસમાં દોષી જાહેર, આ તારીખે સજાની થશે જાહેરાત
બિહારના મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના મૂળ ગામ લદમા સ્થિત ઘરેથી હેન્ડ ગ્રેનેડ અને એકે-47 મળી આવવાના કેસમાં મંગળવારે એમપી એમએલએ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. આરજેડી ધારાસભ્ય અનંત સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે. 21 જૂને સજાના મુદ્દા પર સુનાવણી થશે. એમપી એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ ત્રિલોકી દુબેએ પોલીસ કાર્યવાહી અને બà
Advertisement
બિહારના મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના મૂળ ગામ લદમા સ્થિત ઘરેથી હેન્ડ ગ્રેનેડ અને એકે-47 મળી આવવાના કેસમાં મંગળવારે એમપી એમએલએ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. આરજેડી ધારાસભ્ય અનંત સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
આ કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે. 21 જૂને સજાના મુદ્દા પર સુનાવણી થશે. એમપી એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ ત્રિલોકી દુબેએ પોલીસ કાર્યવાહી અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આ ચુકાદો સંભળાવ્યો હતો. મહત્વનું છે કે, પટનાની એમપી-એમએલએ કોર્ટે મંગળવારે આ નિર્ણય સંભળાવ્યો છે. 16 ઓગસ્ટ, 2019ના રોજ અનંત સિંહના ઘરેથી એકે 47 રાઈફલ, હેન્ડ ગ્રેનેડ, કારતૂસ વગેરે મળી આવ્યા હતા. MP MLA કોર્ટે 15 ઓક્ટોબર 2020 ના રોજ MLA અનંત સિંહ અને કેરટેકર સુનિલ રામ પર આ કેસમાં આરોપ લગાવ્યા હતા. આ પછી, આ કેસમાં નિયુક્ત સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે 13 પોલીસ પ્રોસિક્યુશન સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ પછી, ધારાસભ્ય અનંત સિંહ વતી બચાવ પક્ષ દ્વારા કુલ 33 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા.
સોમવારે બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ હતી. બિહાર સરકાર દ્વારા આ ફોજદારી કેસને વિશેષ કેસની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં ઝડપી સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની તપાસ બારહ સબ-ડિવિઝનના તત્કાલિન એએસપી લિપી સિંહ દ્વારા કરવામાં આવી હતી અને ધારાસભ્ય અનંત કુમાર સિંહ અને કેરટેકર સુનીલ રામ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે લદમા ગામમાં અનંત સિંહના ઘરે દરોડો પાડ્યો હતો. લગભગ 11 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં અનંત સિંહના ઘરેથી AK-47 હેન્ડ ગ્રેનેડ, 26 રાઉન્ડ ગોળીઓ અને એક મેગેઝિન મળી આવી હતી.


