MLA જીગ્નેશ મેવાણી વાહવાહી લૂંટાવવા માટે એલફેલ શબ્દો બોલી રહ્યા છે : યજ્ઞેશ દવે
- ભાજપ પ્રવક્તાએ MLA જીગ્નેશ મેવાણીની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
- જીગ્નેશ મેવાણી પ્રજાહિતના કામો યોગ્ય ફોરમમાં કરતા નથી: યજ્ઞેશ દવે
- "જીગ્નેશ મેવાણી વાહવાહી લૂંટાવવા માટે એલફેલ શબ્દો બોલી રહ્યા છે"
- જીગ્નેશ મેવાણીના ધારાસભ્ય બન્યા બાદ 53 બેઠકો થઈ: યજ્ઞેશ દવે
- "ધારાસભ્ય બન્યા બાદ 53 સંકલન બેઠકમાંથી 13 બેઠકમાં હાજર રહ્યા"
છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) એ રાજ્યમાં ખુલ્લેઆમ નશાનો કારોબાર ચાલતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના સતત ભાજપ પર શાબ્દિક પ્રહાર બાદ હવે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે. શું કહ્યું તેમણે આવો જાણીએ આ આર્ટિકલમાં.
જીગ્નેશ મેવાણી પ્રજાહિતના કામો યોગ્ય ફોરમમાં કરતા નથી : યજ્ઞેશ દવે
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય પર શાબ્દિક પ્રહાર કરતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, જીગ્નેશ મેવાણી તેમના કામો યોગ્ય ફોરમમાં કરતા નથી. ભાજપ પ્રવક્તાએ MLA મેવાણીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જીગ્નેશ મેવાણી વાહવાહી લૂંટાવવા માટે એલફેલ શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, જીગ્નેશ મેવાણી પ્રજાહિતના કાર્યોની બેઠકમાં હાજર રહેતા નથી. MLA જીગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યા બાદ અત્યાર સુધી 53 સંકલન બેઠકો થઇ જેમા તેઓ માત્ર 13 બેઠકમાં જ હાજર રહ્યા છે.


