પાટણમાં MLA કિરીટ પટેલનું ખાડા પૂરવાનો અભિયાન
Patan : પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના 55મા જન્મદિવસે લોકહિતને કેન્દ્રમાં રાખીને અનોખી પહેલ કરી. સામાન્ય રીતે રાજકીય નેતાઓ જન્મદિવસે સન્માન કે સમારંભો યોજતા હોય છે, પરંતુ કિરીટ પટેલે સમગ્ર જિલ્લા કોંગ્રેસ ટીમ અને કાર્યકર્તાઓ સાથે મળીને શહેરમાં ખાડા પુરવાના અને ગંદકી દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી.
નગરપાલિકાની બેદરકારીથી “ખાડા નગરી” તરીકે ઓળખાવા લાગેલા પાટણમાં વારંવાર અકસ્માતો સર્જાતા લોકો પરેશાન હતા. તંત્રની ઉદાસીનતા સામે પટેલ પોતે ટ્રેક્ટર, રોલર, રેતી અને સિમેન્ટ લઈને મેદાનમાં ઊતર્યા અને કાર્યકર્તાઓ સાથે ખાડાઓ પૂરા કર્યા તથા ગંદકીવાળા વિસ્તારોમાં સફાઈ સાથે જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કર્યો. આ પ્રયાસથી નાગરિકોને તાત્કાલિક રાહત મળી. પટેલે સ્પષ્ટ કર્યું કે જો નગરપાલિકા ફરી બેદરકાર રહેશે તો આવા જનઆંદોલન ફરીથી હાથ ધરાશે.
આ પણ વાંચો : નગરપાલિકાની બેદરકારી સામે MLA Kirit Patel નું સફાઈ અભિયાન


