Mock Drill : Ahmedabadમાં વાગ્યું સાયરન, ને થઈ મોકડ્રિલ
અમદાવાદ મનપા ખાતે પણ સાયરન વગાડવામાં આવી હતી. મનપા ખાતે અલર્ટ અને ઓલ ક્લિયર એમ બે રીતે સાયરન વગાડવામાં આવી હતી.
Advertisement
અમદાવાદમાં ત્રણ જગ્યાઓ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલર્ટ અને ઓલ ક્લિયર એમ બે રીતે સાયરન વગાડવામાં આવી હતી. મહાનગર પાલિકા ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ અમદાવાદના પેલેડીયમ મોલ ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર, સ્થાનિક પોલીસ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકડીની સ્થિતિ પહોંચી વળવા માટે તૈયારીઓની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. મોલની અંદર લોકોને બચાવવા અને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
Advertisement


