Ahmedabad ના વિરમગામમાં ડાયરામાં થયો પૈસાનો વરસાદ
ડાયરા દરમિયાન ઉપસ્થિત સંગીતપ્રેમીઓએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
Advertisement
અમદાવાદના વિરમગામમાં ભાગવત કથા દરમિયાન યોજાયેલા ભવ્ય ડાયરામાં પૈસાનો વરસાદ વરસ્યો હતો. ઠક્કર પરિવાર દ્વારા આયોજિત આ ડાયરામાં લોકગાયિકા ગીતા રબારી, ગોપાલ સાધુ અને ધરતી સોલંકીએ પોતાની સુંદર રજૂઆતોથી ડાયરાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા. ડાયરા દરમિયાન ઉપસ્થિત સંગીતપ્રેમીઓએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. ગીતા રબારીના ગીતો પર તો નોટોની વર્ષા અવિરત ચાલી હતી. આ ઉમદા દ્રશ્યથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહથી ભરપૂર બની ગયું.... જુઓ અહેવાલ...
Advertisement


