Morbi માં પાણીની માંગને લઈ ઢોલ નગારા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન
Morbi: શહેરના ઋષભ પાર્ક સોસાયટીના નાગરિકોએ પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને આજે એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક તંત્રના વારંવારના આશ્વાસનોથી કંટાળેલા રહીશોએ મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી ઢોલ-નગારા અને બેનરો સાથે રેલી કાઢીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
Morbi:મોરબી શહેરના ઋષભ પાર્ક સોસાયટીના નાગરિકોએ પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને આજે એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક તંત્રના વારંવારના આશ્વાસનોથી કંટાળેલા રહીશોએ મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી ઢોલ-નગારા અને બેનરો સાથે રેલી કાઢીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધનો સૌથી અનોખો ભાગ ત્યારે જોવા મળ્યો જ્યારે રેલી મનપા કચેરીએ પહોંચી. રહીશોએ સ્પષ્ટ જાહેરાત કરી કે જ્યાં સુધી પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ મનપા કચેરીમાં જ ધામા નાખશે. જુઓ અહેવાલ


