રાજકોટમાં 15 હજારથી વધુ છાણાની હોલિકા બનાવવામાં આવશે
Rajkot : નાનામૌવા રોડ પર સ્થાનિક લોકોએ હોળીકા દહન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વિસ્તારની એક સોસાયટીના રહેવાસીઓએ સાથે મળીને આ કાર્યને હાથ ધર્યું છે.
Advertisement
- રાજકોટમાં હોળીકા દહનની કરવામાં આવી તૈયારીઓ
- નાનામૌવા રોડ પર સ્થાનિકો દ્વારા તૈયારીઓ શરૂ
- સોસાયટીના મુખ્યમાર્ગ પર કરવામાં આવશે હોલીકા દહન
- 15 હજારથી વધુ છાણાની હોલિકા બનાવવામાં આવશે
- સોસાયટીના લોકો છેલ્લા 4 વર્ષથી કરે છે હોલિકા દહન
Rajkot : નાનામૌવા રોડ પર સ્થાનિક લોકોએ હોળીકા દહન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વિસ્તારની એક સોસાયટીના રહેવાસીઓએ સાથે મળીને આ કાર્યને હાથ ધર્યું છે. હોળીના આગલા દિવસે યોજાનારું હોળીકા દહન સોસાયટીના મુખ્ય માર્ગ પર થવાનું છે, જેના માટે સ્થાનિક લોકો દિવસ-રાત એક કરીને જુસ્સાથી કામ કરી રહ્યા છે. આ તૈયારીઓમાં સૌની ભાગીદારી જોવા મળે છે, જે આ પરંપરાને વધુ ખાસ બનાવે છે.
Advertisement


