Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેરળમાં માતા અને પુત્રએ એકસાથે પાસ કરી PSCની પરીક્ષા

કોઇ કામને દિલથી કરો તો તે કામ શક્ય અને આસાન પણ બની જાય છે. કામની કરવાની તમારી મહેનત અને તમારી ઇચ્છા શક્તિ તમને તમારી મંજીલ સુધી ચોક્કસ પહોંચાડે છે. પરંતુ આજે અમે તમને જે સ્ટોરી વિશે કહેવા માગી રહ્યા છીએ તે આ તમામથી અલગ જ છે. કેરળના મલપ્પુરમની 42 વર્ષીય માતા બિંદુ અને તેના 24 વર્ષીય પુત્ર વિવેકે એકસાથે પબ્લિક સર્વિસ કમિશન (PSC)ની પરીક્ષા પાસ કરી છે. કેરળના મલપ્પુરમમાં માતા-પુત્રની જોડી તàª
કેરળમાં માતા અને પુત્રએ એકસાથે પાસ કરી pscની પરીક્ષા
Advertisement
કોઇ કામને દિલથી કરો તો તે કામ શક્ય અને આસાન પણ બની જાય છે. કામની કરવાની તમારી મહેનત અને તમારી ઇચ્છા શક્તિ તમને તમારી મંજીલ સુધી ચોક્કસ પહોંચાડે છે. પરંતુ આજે અમે તમને જે સ્ટોરી વિશે કહેવા માગી રહ્યા છીએ તે આ તમામથી અલગ જ છે. કેરળના મલપ્પુરમની 42 વર્ષીય માતા બિંદુ અને તેના 24 વર્ષીય પુત્ર વિવેકે એકસાથે પબ્લિક સર્વિસ કમિશન (PSC)ની પરીક્ષા પાસ કરી છે. 
કેરળના મલપ્પુરમમાં માતા-પુત્રની જોડી તાજેતરમાં મીડિયાની હેડલાઇન્સમાં આવી છે. કેરળની 42 વર્ષીય આંગણવાડી સેવિકા બિંદુએ તેની નોકરી સાથે અભ્યાસ ચાલુ રાખ્યો અને હવે તેના પુત્ર સાથે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની મુશ્કેલ પરીક્ષા પાસ કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. માતા-પુત્રને મળેલી આ સફળતાથી તેમનો પરિવાર ખૂબ જ ખુશ છે. મા-દીકરાની આ સફળતાથી માત્ર પરિવાર જ નહીં, પડોશીઓ અને સંબંધીઓ પણ ખૂબ ખુશ છે. મા-દીકરો PSCની પરીક્ષા એકસાથે પાસ કરે છે ત્યારે ઘણા લોકોને નવાઈ પણ લાગી છે, પરંતુ જ્યારે મહેનત રંગ લાવે છે ત્યારે સફળતાનો ડંકો આ રીતે જ વાગે છે.

મહત્વનું છે કે, જ્યારે બિંદુનો દીકરો દસમાં ધોરણમાં હતો ત્યારે તે તેને ભણવા માટે પ્રોત્સાહિત કરતી હતી. આ સમય દરમિયાન તેણે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. આ અભ્યાસે તેમને કેરળ પબ્લિક સર્વિસ કમિશન (PSC)ની પરીક્ષાની તૈયારી કરવાની પ્રેરણા આપી. બાદમાં માતા અને પુત્ર બંને સાથે કોચિંગમાં જોડાયા હતા. આ સફળતા અંગે બિંદુના પુત્ર વિવેકે કહ્યું કે, મારા માતા મને અહીં લઇને આવ્યા હતા. આ સાથે મારા પિતાએ પણ અમારી આ પરિક્ષા પાસ કરવામાં ખુબ મદદ કરી છે. 
વિવેકે વધુમાં કહ્યું કે, મારા પિતાએ અમારા માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી હતી, જે અમારી જોઇતી હતી. અમને અમારા શિક્ષકો પાસેથી પણ ઘણી પ્રેરણા મળી હતી. અમે બંને સાથે અભ્યાસ કર્યો, પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે, અમે સાથે લાયક બનીશું. અમે બંને ખૂબ જ ખુશ છીએ. 
Advertisement
Tags :
Advertisement

.

×