Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માતાએ પુત્રની હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાધો, લટકેલી હાલતમાં બંન્ને મૃતદેહ મળી આવ્યા

સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા ઝાંઝમેરા પરિવારની માતા અને તેના ત્રણ વર્ષના પુત્રનો ગળેફાંસો ખાધેલી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં માતાએ દિકરાની હત્યા કર્યાં બાદ  પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સુરતના વેડ રોડ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ઝાંઝમેરા પરàª
માતાએ પુત્રની હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાધો  લટકેલી હાલતમાં બંન્ને મૃતદેહ મળી આવ્યા
Advertisement
સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા ઝાંઝમેરા પરિવારની માતા અને તેના ત્રણ વર્ષના પુત્રનો ગળેફાંસો ખાધેલી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં માતાએ દિકરાની હત્યા કર્યાં બાદ  પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વેડ રોડ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ઝાંઝમેરા પરિવારના માતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. જે પ્રકારે મૃતદેહ ઘરમાં જોવા મળ્યા હતા તેના પરથી પ્રાથમિક શંકા સેવાઈ રહી છે કે માતાએ ત્રણ વર્ષના પુત્રને ગળેફાંસો આપી પોતે પણ આપઘાત (Suicide) કરી લીધો છે. ચોક બજાર પોલીસને જાણ થતાની સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસે (Police) જણાવ્યા મુજબ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમના પુત્ર દેવાંશ ઝાંઝમેરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માતા અને પુત્રના મૃતદેહને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પતિ રાકેશ ઝાંઝમેરાનું નિવેદન અને આડોશ પાડોશના લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક ધોરણે ઘરકંકાસમાં આપઘાત કરી લીધા હોવાનું સામે આવ્યું છે.
Tags :
Advertisement

.

×