Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માઉન્ટ આબુનું તાપમાન 0 ડિગ્રી પર, શિયાળાની ઋતુમાં 17 દિવસ બાદ ફરી હાડ થીજાવતી ઠંડી

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે માઉન્ટ આબુના (Mount Abu)તાપમાનમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે.માઉન્ટ આબુની સુંદર ખીણોનો આનંદ પ્રવાસીઓ(Tourists)માણી રહ્યા છે.સવારે ચાની ચુસ્કી સાથે પ્રવાસીઓ આ ગુલાબી શિયાળાની મજા માણી રહ્યા છે.બરફની આછી ચાદર જોઈને સવારે તેમના પાર્ક કરેલા વાહનો પર બરફ ની ચાદર છવાઈ ગઈ હતી તો બીજી બાજુ બગીચાઓમાં બરફ જામેલો જોવા મળ્યો હતો પ્રવાસીઓ આ ગુલાબી શિયાળાની ભરપૂર મજા માણી
માઉન્ટ આબુનું તાપમાન 0 ડિગ્રી પર  શિયાળાની ઋતુમાં 17 દિવસ બાદ ફરી હાડ થીજાવતી ઠંડી
Advertisement
ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે માઉન્ટ આબુના (Mount Abu)તાપમાનમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે.માઉન્ટ આબુની સુંદર ખીણોનો આનંદ પ્રવાસીઓ(Tourists)માણી રહ્યા છે.સવારે ચાની ચુસ્કી સાથે પ્રવાસીઓ આ ગુલાબી શિયાળાની મજા માણી રહ્યા છે.બરફની આછી ચાદર જોઈને સવારે તેમના પાર્ક કરેલા વાહનો પર બરફ ની ચાદર છવાઈ ગઈ હતી તો બીજી બાજુ બગીચાઓમાં બરફ જામેલો જોવા મળ્યો હતો પ્રવાસીઓ આ ગુલાબી શિયાળાની ભરપૂર મજા માણી રહ્યા છે.
પર્યટકોએ આ કડકડતી ઠડીની મોજ માણી 
છેલ્લા કેટલાય સમય થી વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવન ની લહેરો ચાલતી હતી જોકે એકા એક વાતાવરણ માં પલ્ટો આવતા ની સાથે જ શુક્રવાર ની રાત્રે માઉન્ટ આબુમાં હાડ થ્રિજાવતી ઠંડી પડી હતી જેને લઈ ને કેટલાક પર્યટકો ઠંડી થી બચવા મોડે સુધી હોટલો માં પુરાઈ રયા હતા તો કેટલાક પર્યટકોએ આ કડકડતી ઠડીની મોજ માણી હતી રાજસ્થાન રાજ્ય ના હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુ પર પ્રવાસી ઓ વર્ષ ની ત્રણે ઋતુ ઓ માં આનંદ માનવા આવતા હોય છે જેમાં માઉન્ટ આબુ એ પ્રવાસી ઓ માટે અતિ રમણીય સ્થળ તરીકે જાણીતું માનવામાં આવે છે 
સિરોહી જિલ્લાનું હિલ સ્ટેશન 
રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાનું હિલ સ્ટેશન ગણાતું માઉન્ટ આબુએ પર્યટકો માટે રમણીય સ્થળ તરીકે ઓળખાય છેઅહીં ઉનાળાની સિઝન હોય કે પછી શિયાળા કે પછી ચોમાસુ આ ત્રણે સિઝન પર્યટકો માટે આનંદદાયક સ્થળ તરીકે ઓળખાય છે માઉન્ટ આબુમાં આવેલ નક્કી લેખ તેમજ ગુરૂ શિખર દેલવાડા ડેરા અધર દેવી સંસઠ પોઇન્ટ સહિતના પ્રાચીન જોવા લાયક સ્થળો આવેલા છે. માઉન્ટ આબુ ની વાત કરવામાં આવેતો માઉન્ટ આબુ ખાતે વસવાટ કરતા લોકો માટે કોઈ નવાઈની વાત નથી માઉન્ટ આબુ એ સહેલાણી ઓ ના દિલ માં વસેલું ગુજરાત અને રાજેસ્થાન રાજ્યના સરહદને અડીને આવેલા સિરોહી જિલ્લાનું મુખ્ય પર્યટક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અહીં ચોમાસુ સિઝન માં પર્યટકો માઉન્ટ આબુ ખાતે આવી વરસાદી ઝરણા સહિત જાણે આકાશી વાદળા સાથે વાત કરતા હોય તેવા દ્રષ્યો સાથે આનંદ માણે છે. 
માઉન્ટ આબુ નગરપાલિકાને પર્યટકો અણધારી આવકની કમાણી કરાવે છે
તો બીજી તરફ શિયાળાની સિઝનમાં પર્યટકો માઉન્ટ આબુ ખાત્તે પોતાના પરિવાર જનો સાથે આવી પહોંચે છે અને આ લાલ ગુલાબી ઠંડીનો આનંદ માણે છે માઉન્ટ આબુએ રાજસ્થાન રાજ્યના મીની કાશમીર તરીકે પણ ઓળખાય છે શિયાળાની સિઝનમાં અહીં પર્યટકો વાતાવરણની મોઝ માણવા આવે છે પર્યટકો ઠંડીની થી બચવા માટે ગરમ વસ્ત્રો સહિત તાપણા કરી ચા ની ચુસ્કી મારી ઠંડી ભગાડવાના પ્રયાસો કરી આનંદ માણે છે.માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો દિવાળી વેકેશનમાં તો માઉન્ટ આબુ નગરપાલિકાને પર્યટકો અણધારી આવકની કમાણી કરાવે છે.
શિયાળાની સિઝનની વાત કરવામાં આવેતો ગુજરાતમાં ઠંડી ઓછી હોય છે જેને લઈ ને પર્યટકો માટે માઉન્ટ આબુ ઠડું શહેર તરીકે જાણીતું માનવામાં આવે છે પર્યટકો નું માનીએ તો વર્ષ ની ત્રણે સિઝન માં વાતાવરણ નો આનંદ માણવા આવે છે જેમાં સિયાળુ અને ચોમાસું સિઝન માં પર્યટકો માટે વધુ આનંદદાયક માનવ આવે છે શિયાળા ની સિઝન માં પર્યટકો મોડી રાત સુધી પોતાના પરિવાર સાથે નક્કી લેખ સહિત જોવા લાયક સ્થળો પર ફરી સેલ્ફી ફોટો પાડી નક્કી જિલ માં (હોડી) નાવડી માં બેસી પોતાના પરિવાર સાથે આનંદ માણે છે તો વહેલી સવારે મોર્નીગ વોક તાપણા સહિત ચાની ચુસ્કી મારી વાતાવરણ નો આનંદ માણે છે 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×