Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, આ અભિનેત્રીએ કરી આત્મહત્યા

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપા તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાએ આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસ રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ તેના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. અભિનેત્રી દીપાની ઉંમર માત્ર 29 વર્ષની હતી. તે તમિલ à
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ  આ અભિનેત્રીએ કરી આત્મહત્યા
Advertisement
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપા તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાએ આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસ રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ તેના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. 
અભિનેત્રી દીપાની ઉંમર માત્ર 29 વર્ષની હતી. તે તમિલ ફિલ્મો 'વૈધા' અને 'થુપ્પરીવલન' માં જોવા મળી હતી. આ સિવાય તેની પાસે અન્ય પ્રોજેક્ટ પણ હતા. પૌલિન જેસિકા એટલે કે દીપાનો મૃતદેહ તેના ઘરના એક રૂમમાં પંખાથી લટકતો મળી આવ્યો હતો. તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી. મળી રહેલી માહિતી અનુસાર, પોલીસ તપાસમાં લાગેલી છે. આ સમાચાર બાદ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ આઘાતમાં છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે દીપાએ આટલું મોટું પગલું કેમ ભર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ પોતાની લવ લાઈફ અને રિલેશનશિપને લઈને ખૂબ જ નારાજ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપા કોઈના પ્રેમમાં હતી અને સંબંધોમાં ઘણી સમસ્યાઓ હતી. જે બાદ તેણે આ ભયંકર પગલું ભર્યું હતું. જોકે, પોલીસ અન્ય કારણોની પણ તપાસ કરી રહી છે. જણાવી દઇએ કે તેના મિત્રએ પોલીસને તેના મૃત્યુની જાણ કરી હતી. વળી, ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે કે અભિનેત્રી નિશી સિંહનું 50 વર્ષની વયે નિધન થયું છે. નિશી લાંબા સમયથી બીમાર હતી અને 18 સપ્ટેમ્બરે તેણે દુનિયાને અલવિદા કહ્યું. તેના પતિ સંજય સિંહે તાજેતરમાં જ અભિનેત્રીનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો.
Tags :
Advertisement

.

×