Mudda Ni Vaat : ધરતીપુત્રોની કફોડી સ્થિતિ! માવઠાએ કચ્ચરઘાણ બોલાવ્યો હીબકે ચઢ્યો અન્નદાતા
Mudda Ni Vaat : રાજ્યના મધ્ય, દક્ષિણ અને પશ્ચિમી જિલ્લાઓમાં ગાજવીજ, તીવ્ર પવન અને માવઠાના કારણે કપાસ, ડાંગર, મગફળી અને અન્ય ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઠેર-ઠેર ધોવાણ અને વિષાદનું વાતાવરણ જોવા મળ્યું છે
Advertisement
Mudda Ni Vaat : ગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદ અને માવઠાની આફતે ખેડૂત વર્ગને ગંભીર આઘાત પહોંચાડ્યો છે. ઑક્ટોબર 2025ના અંતમાં રાજ્યના મધ્ય, દક્ષિણ અને પશ્ચિમી જિલ્લાઓમાં ગાજવીજ, તીવ્ર પવન અને માવઠાના કારણે કપાસ, ડાંગર, મગફળી અને અન્ય ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઠેર-ઠેર ધોવાણ અને વિષાદનું વાતાવરણ જોવા મળ્યું છે, જ્યાં ખેડૂતો આક્રંદ કરીને સરકારી સહાય માટે રજૂઆત કરી રહ્યા છે. આ કુદરતી આફતને કારણે રાજ્યભરમાં કરોડો રૂપિયાના ઊભા પાકો નાશ પામ્યા છે, તો જૂઓ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ અહેવાલ મુદ્દાની વાતમાં...
Advertisement


