Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડાયા

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત લથડતા તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ICUમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળ્યા બાદ સપા સુપ્રીમો અખિલેશ યાદવ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મુલાયમની સારવાર માત્ર મેદાન્તામાં જ થાય છે, જેના કારણે તેમનું રૂટિન ચેકઅપ પણ અહીં થાય છે. જોકે આજે મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી હતી, તેથી અહીં જ તેમને મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડાયા
મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી  ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના icuમાં ખસેડાયા
Advertisement
સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત લથડતા તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ICUમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળ્યા બાદ સપા સુપ્રીમો અખિલેશ યાદવ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મુલાયમની સારવાર માત્ર મેદાન્તામાં જ થાય છે, જેના કારણે તેમનું રૂટિન ચેકઅપ પણ અહીં થાય છે. જોકે આજે મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી હતી, તેથી અહીં જ તેમને મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડાયા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુલાયમસિંહના હાલચાલ પુછ્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે વાત કરી અને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી અને શક્ય તમામ મદદની ખાત્રી આપી હતી.

ઓક્સિજન લેવલ ઘટ્યું: સપા નેતા રાકેશ યાદવ
સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવે કહ્યું કે, મુલાયમ સિંહ યાદવની તબિયત સ્થિર છે. આજે તેનું ઓક્સિજન લેવલ થોડું ઓછું થઈ ગયું હતું, પરંતુ ડોક્ટરોના મતે ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમનું રૂટીન ચેકઅપ દરરોજ કરવામાં આવે છે.
રક્ષામંત્રીએ કરી ટેલિફોનિક વાતચીત
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવજીની ખરાબ તબિયતની માહિતી મળતાં મેં તેમના પુત્ર અખિલેશ યાદવ સાથે ફોન પર વાત કરી અને તેમની તબિયત વિશે પૂછ્યું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.

સમાજવાદી પાર્ટીનું નિવેદન
તેમની સ્થિતિને લઈને સમાજવાદી પાર્ટી દ્વારા નિવેદન આવ્યું છે. સમાજવાદી પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી જણાવ્યું કે, આદરણીય નેતાજી ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલના ICUમાં એડમિટ છે. તેમની સ્થિતિ સ્થિર છે. સિનિયર ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે બગડી હતી. તેથી, તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો છે. મુલાયમ સિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં તેમની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
મુલાયમ સિંહ યાદવને હાલમાં મેદાંતા હોસ્પિટલના ICU-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉક્ટર સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. મુલાયમ સિંહની તબિયત ઘણા સમયથી ખરાબ છે.
અખિલેશ, ડિમ્પલ અને શિવપાલ મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા
મુલાયમ સિંહની તબિયતની જાણકારી મળ્યા બાદ અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ સાથે જ શિવપાલસિંહ યાદવ પણ મેદાંતા હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. વાસ્તવમાં, મુલાયમ સિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામના મેદાંતામાં દાખલ છે.  જો કે આજે તેમને રૂમમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×