Panchmahal ના ગોધરા તાલુકામાં સંબંધોનું ખૂન, નાનો ભાઈ ભૂલ્યો લોહીની સગાઈ!
સ્વમાન દરેક વ્યક્તિનું હોય પણ ભાઈ-ભાઈનો સંબંધ સ્વમાન કરતા અધિક હોય છે..આ વાત કળિયુગના જમાનામાં માત્ર વાત જ બનીને રહી હોય તેવું લાગે છે...કારણકે, એક ટકોરના બદલામાં મોટાભાઈને મળ્યું છે મોત..
Advertisement
ગોધરા તાલુકાના તરવડી ગામમાં રહેતાં તખતસિંહ પટેલ નામના યુવકની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. હત્યાની આ ઘટના નાનાકડા ગામમાં મોટી એટલા માટે છે, કારણકે તખતસિંહની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ સગા ભાઈએ કરી છે. પોલીસના દરેક સવાલના જવાબ આપી રહેલો અને એક-એક વાત જણાવી રહેલા આરોપીનું નામ દિનેશ છે. જેની પર તેના જ મોટાભાઈ તખતની હત્યાનો આરોપ છે. જે ભાઈને આંગળી પકડીને મોટાભાઈએ ચાલતા શીખવ્યું આજે એ જ ભાઈની હત્યાના આરોપસર દિનેશની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement


