મુશફિકુરે બાંગ્લાદેશના કોઇ ખેલાડી નથી કરી શક્યા તે કરી બતાવ્યું
બાંગ્લાદેશના મુશફિકુર રહીમે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરતા તેની આઠમી સદી ફટકારી હતી. રહીમે 282 બોલનો સામનો કર્યો અને ચાર ચોક્કાની મદદથી 105 રન બનાવ્યા છે. પોતાની ઇનિંગ દરમિયાન તેણે ટેસ્ટમાં 5,000 રનના આંકને પણ સ્પર્શ કર્યો હતો. મુશ્ફિકુર રહીમ બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં 5,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.મહત્વનું છે કે, આ મેચમાં બાંગ્લાદેશ મા
Advertisement
બાંગ્લાદેશના મુશફિકુર રહીમે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરતા તેની આઠમી સદી ફટકારી હતી. રહીમે 282 બોલનો સામનો કર્યો અને ચાર ચોક્કાની મદદથી 105 રન બનાવ્યા છે. પોતાની ઇનિંગ દરમિયાન તેણે ટેસ્ટમાં 5,000 રનના આંકને પણ સ્પર્શ કર્યો હતો. મુશ્ફિકુર રહીમ બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં 5,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
મહત્વનું છે કે, આ મેચમાં બાંગ્લાદેશ માટે 5,000 રન પૂરા કરવા માટે રહીમ અને તમીમ ઈકબાલ વચ્ચે રેસ હતી. પરંતુ તમીમ પીઠ અને કાંડામાં ખેંચાણને કારણે ત્રીજા દિવસે 133ના વ્યક્તિગત સ્કોર પર ઈજાગ્રસ્ત થયો હતો. તમીમ અત્યારે 4981 રનના આંકડા પર છે. મુશ્ફિકુર રહીમ બુધવારે શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે લંચ સુધી 85 રન બનાવીને 5,000 રન બનાવનાર બાંગ્લાદેશનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. મુશફિકુરે લિટન દાસ સાથે અણનમ 165 રનની ભાગીદારી નોંધાવી હતી કારણ કે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાના 397 રનના જવાબમાં ત્રણ વિકેટે 385 રન બનાવ્યા હતા. આ સાથે બાંગ્લાદેશની ટીમ લંચ સુધી પ્રથમ ઇનિંગમાં માત્ર 12 રન પાછળ હતી. જોકે, ટીમ 465 રન પર ઓલ આઉટ થઇ ગઇ છે.
સવારે જ્યારે રમત ફરી શરૂ થઈ, ત્યારે મુશફિકુર 5,000 રનના આંકડાથી 15 રન પાછળ હતો. તેણે પોતાની 81મી ટેસ્ટ મેચમાં ઝડપી બોલર અસિથા ફર્નાન્ડોની બોલિંગમાં ફાઈન લેગ પર બે રન લઇને આ રન પૂરા કર્યા હતા. આ ધીમી પીચ પર સવારના સત્રમાં શ્રીલંકાના શિસ્તબદ્ધ બોલિંગ આક્રમણ સામે બેટિંગ જોડીએ 67 રન ઉમેર્યા હતા. 35 વર્ષના મુશફિકુરે 2005માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે 222 બોલની ઇનિંગ દરમિયાન માત્ર ત્રણ ચોક્કા ફટકાર્યા હતા.
2015 માં, તમીમ હબીબુલ બશર (3026) ને પાછળ છોડી બાંગ્લાદેશ માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી બન્યો. ત્યારથી તમીમ અને મુશફિકુર આ લિસ્ટમાં એકબીજાને પછાડી રહ્યા હતા. આ ટેસ્ટની શરૂઆત પહેલા રહીમ 4932 રન સાથે પ્રથમ અને તમીમ 4848 રન સાથે બીજા ક્રમે હતો. 2005માં ડેબ્યૂ કરનાર મુશફિકુર રહીમે ODIમાં 6697 રન અને T20 ઈન્ટરનેશનલમાં 1495 રન બનાવ્યા છે.
Advertisement


