મારા પતિ પોતાની મા સાથે અમારી પર્સનલ લાઈફ આ વાતો વિશે પણ ચર્ચા કરે છે..
23 વર્ષની યુવતીના લગ્નને હજી 6 મહિના જ થયા હતા. પેરેન્ટ્સના પ્રેશરના કારણે તેણે પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ થતાની સાથે જ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા આ યુવતી તેના પતિને ફક્ત 2 વખત જ મળી હતી. આ પણ એક કારણ કહી શકાય કે આ યુવતી તેના પતિને વધારે ઓળખતી નથી. પરંતુ તે એક વધારે પડતા રૂઢિવાદી પરિવારમાં આવી ગઈ હોય તેવું લાગે છે.લગ્નની પહેલી રાતે જ્યારે તેમણે સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે ખà«
Advertisement
23 વર્ષની યુવતીના લગ્નને હજી 6 મહિના જ થયા હતા. પેરેન્ટ્સના પ્રેશરના કારણે તેણે પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ થતાની સાથે જ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા આ યુવતી તેના પતિને ફક્ત 2 વખત જ મળી હતી. આ પણ એક કારણ કહી શકાય કે આ યુવતી તેના પતિને વધારે ઓળખતી નથી. પરંતુ તે એક વધારે પડતા રૂઢિવાદી પરિવારમાં આવી ગઈ હોય તેવું લાગે છે.
લગ્નની પહેલી રાતે જ્યારે તેમણે સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી. એ સમયે આ યુવતી સહેજ પણ સહજ નહોતી અનુભવતી. જેના કારણે આ બંને પતિ-પત્ની નજીક નહોતા આવી શક્યા. જો કે પોતાની વેદનાને સમજતા તેમના પતિ ખૂબ સમજદાર અને દયાળુ વ્યક્તિ લાગ્યા.
પરંતુ જ્યારે તેની સાસુએ એક દિવસ આ યુવતીને કહ્યું કે પોતાના સંબંધને બચાવવા માટે તારે સાથી બનવાની જરૂર છે, ત્યારે તે ચોંકી ગઈ. આ એટલા માટે પણ કારણ કે આ સમય દરમિયાન તેમણે આ યુવતીને ફક્ત સંબંધ રાખવાની વણમાગી સલાહ જ નહીં, પરંતુ તેમણે આ વિષય પર પોતાની સાથે ખુલીને વાત કરવાનું પણ શરૂ કર્યું હતું. દીકરા-વહુના અંગત જીવન વિશે સાસુ જે રીતે વાત કરી રહ્યા હતા, તે જાણીને આ યુવતીને ખૂબ જ દુઃખ થયું.
તે એટલા માટે કારણ કે પોતાના પતિ તેની માતા સાથે અમારી સેક્સ લાઇફ વિશે ચર્ચા કરે છે. તેમે પોતાના પતિને પણ આ વિશે વાત કરી. યુવતીએ પૂછ્યું કે તેણે આવું શા માટે કર્યું? ત્યારે પતિએ તેને માત્ર ચૂપ રહેવાની અને પોતાની માતા વિરુદ્ધ કાન ન ભરવાની સલાહ આપી.
પતિના મોંમાંથી પોતાના માટે આવા શબ્દો સાંભળીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. અને હવે આ યુવતીને સમજાતું નહોતું કે તેણે શું કરવું જોઈએ?
ફોર્ટિસ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. કેદાર તિલ્વે કહે છે કે, લગ્નમાં ઘણી સ્ત્રીઓ આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. તેનું કારણ એ પણ છે કે રૂઢિચુસ્ત સંયુક્ત પરિવારોમાં હજુ પણ પતિ-પત્ની વચ્ચે અયોગ્ય દબાણ અને દખલગીરી કરવામાં આવે છે. જે આ કિસ્સામાં પણ દેખાઈ રહ્યું છું. જો કે, પોતાના પતિની સહજતા,નિરાશા અને દુઃખ-સમજી શકાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે આ બધી વાતો તેની માતા સાથે શેર કરવી જોઈએ.
એક્સપર્ટે જણાવ્યું કે, એકવાર તમે તમારા પતિ સાથે પણ આ મુદ્દે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેમણે તમને તમારી માતા સામે કાન ન ભરવાની સલાહ આપી. જો કે, આ પછી પણ હું તમને કહીશ કે તમે તમારા પ્રયત્નો ચાલુ રાખો. આ એટલા માટે છે કારણ કે પતિ અને પત્ની વચ્ચે ગુપ્તતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે યુગલોની વચ્ચે આ નથી હોતું, તેમના માટે સાથે આગળ વધવું મુશ્કેલ બની જાય છે. જો લાખો પ્રયત્નો પછી પણ તેઓ તમારી વાત સાંભળવા તૈયાર ન હોય, તો તમારે તમારી વાત સમજાવવામાં ગાયનેકોલોજિસ્ટ અથવા કપલ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.


