અંજારના સતાપર ગામમાં મહિલાની રહસ્યમય સંજોગોમાં હત્યા
અંજાર તાલુકાના સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી મહિલાની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જાણવા મળતી વિગતો મુજબ સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મેથીબેન હરિભાઈ ઢીલા બપોરે 11:30 વાગે ઘરે હાજર હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં આવી તેણીનું મોઢું બાંધીને ગળાના ભાગે છરીના બે ઘા મારીને હત્યા કરી હતી. આ બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.મહિલાનો પતિ છકડા ચાલક છે અને તેà
Advertisement
અંજાર તાલુકાના સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી મહિલાની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મેથીબેન હરિભાઈ ઢીલા બપોરે 11:30 વાગે ઘરે હાજર હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં આવી તેણીનું મોઢું બાંધીને ગળાના ભાગે છરીના બે ઘા મારીને હત્યા કરી હતી. આ બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.
મહિલાનો પતિ છકડા ચાલક છે અને તેના પરિવારમાં એક પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળે છે.
આ બનાવને લઈને અંજાર પોલીસ તથા જીલ્લા એલ.સી.બી. ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યારાને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ કયા કારણોસર બન્યો હતો, તે હજુ જાણી શકાયુ નથી. આ કેસમાં જુદા જુદા પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. લૂંટના ઇરાદે હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણોસર તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.


