Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એન.બિરેન સિંહે લીધા મુખ્યમંત્રી પદના શપથ, મણિપૂરમાં સતત બીજી વખત બન્યા CM

મણિપુરમાં વિધાનસભામાં ચૂંટણીમાં શાનદાર જીત બાદ આજે ભારતીય જનતા પાર્ટીના બિરેન સિંહે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. એન બિરેન સિંહે આજે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ એલ ગણેશન દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ બીજી વખત છે જ્યારે બિરેન સિંહ મણિપુરના મુખ્યમંત્રી બન
એન બિરેન સિંહે લીધા મુખ્યમંત્રી પદના શપથ 
મણિપૂરમાં સતત બીજી વખત બન્યા cm
Advertisement

મણિપુરમાં
વિધાનસભામાં ચૂંટણીમાં શાનદાર જીત બાદ આજે ભારતીય જનતા પાર્ટીના બિરેન સિંહે
મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે.
એન બિરેન સિંહે
આજે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ એલ ગણેશન દ્વારા શપથ
લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા
વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ બીજી વખત છે જ્યારે બિરેન સિંહ મણિપુરના
મુખ્યમંત્રી બન્યા છે. અગાઉ
, કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારમણ અને
કિરેન રિજિજુએ રાજ્યપાલને પક્ષ વતી એક પત્ર સુપરત કર્યો હતો જેમાં જણાવ્યું હતું
કે એન બીરેન સિંહને
32 ધારાસભ્યો સાથે સર્વસંમતિથી ભાજપના
ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
બિરેન સિંહને રવિવારે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

N Biren Singh takes oath as the Chief Minister of Manipur in Imphal. pic.twitter.com/of0TNRh94p

— ANI (@ANI) March 21, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

મણિપુરમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 60 માંથી 32 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે માત્ર 21 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે તે કોંગ્રેસના
ધારાસભ્યોને આકર્ષવામાં સફળ રહી હતી. મણિપુરમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
તરીકે બિરેન સિંહે શપથ લીધા હતા.

Advertisement


હવે ઉત્તરાખંડ અને ગોવામાં પણ સરકાર બનાવવાને લઈને બેઠકોનો દૌર ચાલી
રહ્યો છે. પીએમ મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના દિગ્ગજો સરકાર બનાવવાને લઈને
મંથન કરી રહ્યા છે. તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહની
તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

 

Tags :
Advertisement

.

×