Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નડિયાદના MLAની જીલ્લા વહીવટી તંત્રને ટકોર, જાણો શું થયું

વિશ્વના ઘણા દેશોમાં કોરોના (Corona)નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દેશ અને રાજ્યનું વહિવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે.  કોરોનાની સંભવિત લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્ર આગવુ આયોજન કરે તે માટે નડિયાદ (Nadiad)ના ધારાસભ્ય પંકજ દેસાઈએ જિલ્લા વહીવટી તંત્રને પત્ર પાઠવી ટકોર કરી છે અને સમગ્ર જિલ્લામાં જિલ્લાવાસીઓ માટે સુરક્ષિત પગલા ભરવા જાણ કરાઈ છે.દર્દીઓની સારવાર માટે ઈમરજન્સી સેવા વ્યવસ્થાઓ
નડિયાદના mlaની જીલ્લા વહીવટી તંત્રને ટકોર  જાણો શું થયું
Advertisement
વિશ્વના ઘણા દેશોમાં કોરોના (Corona)નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દેશ અને રાજ્યનું વહિવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે.  કોરોનાની સંભવિત લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્ર આગવુ આયોજન કરે તે માટે નડિયાદ (Nadiad)ના ધારાસભ્ય પંકજ દેસાઈએ જિલ્લા વહીવટી તંત્રને પત્ર પાઠવી ટકોર કરી છે અને સમગ્ર જિલ્લામાં જિલ્લાવાસીઓ માટે સુરક્ષિત પગલા ભરવા જાણ કરાઈ છે.

દર્દીઓની સારવાર માટે ઈમરજન્સી સેવા વ્યવસ્થાઓ તૈયાર હોવી જોઈએ
પંકજ દેસાઈએ પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર પણ તકેદારીનાં વિશેષ પગલાં લેવા સતર્કતા દાખવવા ચિંતીત છે. આ સંજોગોમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ખેડા જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા જરૂરી છે. આ સંજોગોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઈમરજન્સી સેવા માટે જરૂરી ઓક્સિજનનો પુરવઠો, એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર,દવાઓ, બેડની પૂરતી વ્યવસ્થા, શરદી-તાવ-ઉધરસના લક્ષણો વાળા લોકોનું રેપીડ-RTPCR ટેસ્ટીંગ થાય, લેબોરેટરી વગેરે વ્યવસ્થાઓ તૈયાર હોવી જરૂરી છે.
જાહેર વિજ્ઞપ્તિ-સોશ્યલ મીડીયા દ્વારા લોકોને સાવચેત કરવા
ઉપરાંત કોરોના વાઈરસ અંકુશમાં રાખવા અને સંક્રમણને ફેલાતો અટકાવવા માટે માર્ગદર્શક સૂચનાઓનું લોકો પાલન કરે, માસ્ક, સેનેટાઈઝર વગેરેનો લોકો ઉપયોગ કરે તે માટે જાહેર વિજ્ઞપ્તિ-સોશ્યલ મીડીયા દ્વારા લોકોને સાવચેત કરવા, ઓક્સિજન પ્લાન્ટો કાર્યાન્વિત બને તે પણ ચકાસણી કરાવી લેવા, જરૂર પડે વિસ્તારોને કોરોન્ટાઈન કરવાની બાબત,ભીડભાડવાળી જગ્યાએ લોકો જવાનું ટાળે તે માટે જનજાગૃતિ કેળવવી,જે લોકોએ કોરોના રસીનો બુસ્ટર ડોઝ લીધો ન હોય તેવા બાકી લોકોનું રસીકરણ થઈ જાય તે માટે સઘન ઝુંબેશ ઉપાડવી, ડૉકટર, નર્સીંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફને પુનઃ તાલીમબધ્ધ કરવા વગેરે જરૂરી પગલાં લઈને સંભવિત કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાનું સમગ્ર તંત્ર સાબદુ રહે તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરી આગોતરું આયોજન કરવા તાત્કાલિક માંગ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×