ગીર ગઢડામાં ભારે વરસાદથી નગડિયા ગામ સંપર્ક વિહોણું
Gir Gadhada : ગીર ગઢડા અને ઉના વિસ્તારમાં સતત વરસતા ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. શાહી નદીમાં પૂર આવતા નગડિયા ગામનો સંપર્ક તાત્કાલિક વિહોણો બની ગયો છે.
Advertisement
Gir Gadhada : ગીર ગઢડા અને ઉના વિસ્તારમાં સતત વરસતા ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. શાહી નદીમાં પૂર આવતા નગડિયા ગામનો સંપર્ક તાત્કાલિક વિહોણો બની ગયો છે. જંગલ વિસ્તારોમાં વરસેલા વરસાદથી નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ભડિયાદર સહિતના ગામોમાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે.
સ્થાનિક માહિતી મુજબ, આ વિસ્તારમાં સીઝનનો અંદાજે 10 થી 12 ઇંચ વરસાદ નોંધાયો છે. એક તરફ વરસાદે ગ્રામજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે, કારણ કે પૂરતો વરસાદ વરસતા તેમની ખેતી અંગેની ચિંતાઓ દૂર થઈ ગઈ છે.
Advertisement
Advertisement


