Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની નાલંદા સ્કૂલ સંકુલ ડ્રેનેજ લાઇનના પાણીથી ઉભરાયું 5 દિવસની રજા જાહેર..

ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar) પંથકની રાજપીપળા ચોકડી નજીક સારંગપુર અને ગડખોલ ગ્રામ પંચાયતની વચ્ચે ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ ગટર લાઈન (Drainage Line) ઉભરાઈ રહી હતી પરંતુ હવે ગટર લાઈનના પ્રદૂષિત પાણી નાલંદા સ્કૂલ સંકુલમાં ફરી વળતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પાંચ દિવસ રજા જાહેર કરી છે અને પ્રદૂષિત પાણી અને દુર્ગંધના કારણે ઘણા લોકો ડેન્ગ્યુ અને મલેરિયાના રોગચાળામાં સપડાયા હોવાના
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની નાલંદા સ્કૂલ સંકુલ ડ્રેનેજ લાઇનના પાણીથી ઉભરાયું 5 દિવસની રજા જાહેર
Advertisement
ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar) પંથકની રાજપીપળા ચોકડી નજીક સારંગપુર અને ગડખોલ ગ્રામ પંચાયતની વચ્ચે ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ ગટર લાઈન (Drainage Line) ઉભરાઈ રહી હતી પરંતુ હવે ગટર લાઈનના પ્રદૂષિત પાણી નાલંદા સ્કૂલ સંકુલમાં ફરી વળતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પાંચ દિવસ રજા જાહેર કરી છે અને પ્રદૂષિત પાણી અને દુર્ગંધના કારણે ઘણા લોકો ડેન્ગ્યુ અને મલેરિયાના રોગચાળામાં સપડાયા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક સાળંગપુર અને ગડખોલ ગ્રામ પંચાયતની હદ વચ્ચે એક નાલંદા સ્કૂલ આવેલી છે આ સ્કૂલ સાળંગપુર ગ્રામ પંચાયતમાં હોવાનું માનવામાં આવે છે સાળંગપુર ગ્રામ પંચાયત અને ગડખોલ ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજ લાઈન ની સફાઈ ન થતી હોય અને કામગીરી પણ અટકાવી હોવાના આક્ષેપ સાથે ગટરના ડ્રેનેજ લાઈનના પ્રદૂષિત પાણી નાલંદા સ્કૂલના સંકુલમાં ફરી વળ્યા હતા.
જેના કારણે ગટરના પ્રદૂષિત પાણીમાં મચ્છરો અને બાળકો રોગચાળામાં ન સપડાય તે માટે ગટરના પ્રદૂષિત પાણી બહાર ન નીકળે ત્યાં સુધી શાળા સંચાલકોએ 1200થી વધુ વિદ્યાર્થીઓને પાંચ દિવસ માટે રજા જાહેર કરી સ્કૂલ બંધ કરી દીધી હતી ગટરના પ્રદૂષિત પાણી ક્યારે નીકળશે તે પ્રશ્નને લઈ શાળા સંચાલકો પર ચિંતામાં મુકાઈ ગયા હતા અને અંતે શાળા સંચાલકોને સ્થાનિક હોય મીડિયાનો સહારો લેવાની ફરજ પડી હતી.
નાલંદા સ્કૂલ નજીક ખુલ્લી ગટર અને ગટરના પ્રદૂષિત પાણીમાંથી પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડતી હતી અને એક બાળક ગટરમાં ખાબકી જવાના કારણે તેનો હાથ ફેક્ચર થઈ જતા તેનું ઓપરેશન કરાવવાની નોબત આવી છે ગટરના પ્રદૂષિત પાણીના કારણે આજુબાજુના વિસ્તારમાં ભયંકર ડેન્ગ્યુ સહિતના રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો આક્ષેપ પણ હવે સ્થાનિકો કરી રહ્યા છે સ્થાનિકોએ કાયમી સમસ્યાનો અંત લાવવાની માંગ ઉઠાવી છે.
જોકે ગટરના પ્રદૂષિત પાણી સ્કૂલ સંકુલમાં ફરી વળતા પાણીના નિકાલ માટે બંને ગ્રામ પંચાયત કામે લાગી હતી જોકે ગટરના પ્રદૂષિત પાણી પણ જાહેર માર્ગો ઉપર રઝળતા થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાની ફરજ પડી હતી ઘટના અત્યંત દુર્ગંધ દ્વારા પ્રદૂષિત પાણીના કારણે આજુબાજુના લોકોએ પણ પોતાના ઘરના બારી બારણા બંધ રાખવાની ફરજ પડી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×