Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નરેન્દ્ર મોદી નેપાળથી લખનઉ પહોંચ્યા, યોગી સરકારના મંત્રીઓને સુશાસનનો પાઠ ભણાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો એક દિવસીય નેપાળ પ્રવાસ પૂરો કરીને સોમવારે સાંજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને અહીં યોગી સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. યુપી સરકારના મંત્રીઓ સાથેની તેમની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવામાàª
નરેન્દ્ર મોદી નેપાળથી લખનઉ પહોંચ્યા  યોગી સરકારના મંત્રીઓને સુશાસનનો પાઠ ભણાવ્યો
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો એક દિવસીય નેપાળ પ્રવાસ પૂરો કરીને સોમવારે સાંજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને અહીં યોગી સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. યુપી સરકારના મંત્રીઓ સાથેની તેમની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે યુપીમાં ભાજપ સરકારના મંત્રીઓને સુશાસન માટેના પાઠ શીખવ્યા છે.
નરેન્દ્ર મોદીએ મંત્રીઓને કહ્યું કે સુશાસન જ સત્તાના દ્વાર ખોલે છે. વડાપ્રધાને તમામ મંત્રીઓને લોકસેવાની ભાવના વધારવા માટે કહ્યું છે. આ સિવાય નરેન્દ્ર મોદીએ યોગી સરકારના ગુનેગારો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા બુલડોઝર અભિયાનની પણ પ્રશંસા કરી છે. વડાપ્રધાને કહ્યું કે યોગી આદિત્યનાથના કાર્યકાળ દરમિયાન ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે અને હું આ માટે તેમને અભિનંદન આપું છું. 

અત્યારથી 2024 માટે તૈયાર થઈ જાઓ
યોગી કેબિનેટની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને કહ્યું કે આરામ કરવાનો સમય નથી અને બધાએ અત્યારથી જ 2024ની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. તમે બધા તમારા વિસ્તારમાં વધુમાં વધુ સમય આપો અને સરકારની યોજનાઓને લોકો વચ્ચે લઇ જાઓ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આપણે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે કે જે લોકો લાયક છે તેમના સુધી સરકારી યોજનાઓ પહોંચે. આ સાથે જ તેમણે યાગી આદિત્યનાથ સહિત તમામ મંત્રીઓને સલાહ આપી છે કે સરકાર અને સંગઠન સુમેળથી ચાલે તે જરુરી છે, કારણ કે બંને એકબીજાના પૂરક છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપે ફરી સરકાર બનાવી છે. યોગી આદિત્યનાથે સતત બીજી વખત મુખ્યમંત્રી બનીને 37 વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. સરકારની રચના સમયે પણ યોગી આદિત્યનાથ ઘણી વખત વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને સરકારની રચનામાં લગભગ 10 દિવસનો સમય લાગ્યો હતો. યોગી સરકારની નવી કેબિનેટમાં પીએમ મોદીની છાપ સ્પષ્ટ દેખાઈ હતી. યોગીના કેબિનેટમાં પૂર્વ અધિકારી એકે શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એકે શર્મા પીએમ મોદીના નજીકના રહી ચૂક્યા છે. ત્યારે આજે પણ વડાપ્રધાને યોગી સરકારના મંત્રીઓનો ક્લાસ લીધો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×