Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઇ સમાચારે આઝાદીના આંદોલનને અવાજ આપ્યો, આઝાદ ભારતના 75 વર્ષને વાચકો સુધી પહોંચાડ્યા: નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. જ્યાં તેમણે વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પહેલા પુણેમાં તેમણે સંત તુકારામ શિલા મંદિરનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ કોલાબામાં નૌસેનાના હેલીપોર્ટ આઇએનએસ શિકારા ગયા અને બાદમાં મહારાષ્ટ્રના રાજભવનમાં ભૂષણ ભવન અને ક્રાંતિકારી ગેલેરીનું ઉદ્ધાટન કર્યુ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા પરિસરમાં મુંબઇ à
મુંબઇ સમાચારે આઝાદીના આંદોલનને અવાજ આપ્યો  આઝાદ ભારતના 75 વર્ષને વાચકો સુધી પહોંચાડ્યા  નરેન્દ્ર મોદી
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. જ્યાં તેમણે વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પહેલા પુણેમાં તેમણે સંત તુકારામ શિલા મંદિરનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ કોલાબામાં નૌસેનાના હેલીપોર્ટ આઇએનએસ શિકારા ગયા અને બાદમાં મહારાષ્ટ્રના રાજભવનમાં ભૂષણ ભવન અને ક્રાંતિકારી ગેલેરીનું ઉદ્ધાટન કર્યુ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા પરિસરમાં મુંબઇ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 
મુંબઇ સમાચાર એ માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયાનું સૌથી જૂનું અખબાર છે. આ સિવાય ખાસ વાત એ પણ છે કે મુંબઇ સમાચાર એ ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર છે. ફર્દુનજી મર્ઝબાને 1822માં 'મુંબઇ સમાચાર'ની શરુઆત કરી હતી. આવા સિમાચિહ્ન રુપી અખબારને 200 વર્ષ પુર્ણ થતા દેશના પોસ્ટ વિભાગ દ્વારા ખાસ પોસ્ટ સ્ટેમ્પ બનાવાયો છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યુ હતું. સાથે જ એક બૂક કવર પણ રિલીઝ કર્યુ. તેમની સાથે આ કાર્યક્રમની અંદર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના લોકો હાજર હતા. આ સિવાય મોટી સંખ્યામાં ગુજરાતી લોકો પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતના સંબોધનમાં કહ્યું કે મુંબઇ સમાચારના તમામ પાઠકો અને પત્રકારોને આ 200મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. આ બે સદીઓમાં અનેક પેઢીઓના જીવનને મુંબઇ સમાચારે અવાજ આપ્યો છે. મુંબઇ સમાચારે આઝાદીના આંદોલનને પણ અવાજ આપ્યો છે. આઝાદ ભારતના 75 વર્ષને પણ દરેક આયુના પાઠક સુધી પહોંચાડ્યા છે. ભાષાનું માધ્યમ જરુર ગુજરાતી હતું, પરંતુ ચિંતા રાષ્ટ્રીય હતી. વિદેશીઓના પ્રભાવમાં જ્યારે આ શહેર બોમ્બે થયું, બમ્બઇ થયું ત્યારે પણ આ અખબારે પોતાનું લોકલ કનેક્ટ ના છોડ્યો. પોતાના મૂળ સાથેનું જોડાણ નથી તોડ્યું.
ત્યારે પણ આ સામાન્ય મુંબઇકરનું અખબાર હતું અને આજે પણ તેવું જ છે, મુંબઇ સમાચાર. આ અખબારમાં છપાયેલા સમાચારની પ્રામાણિકતા સંદેહથી પર રહી છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ મુંબઇ સમાચારનો ઉલ્લેખ કરતા હતા. આજે અહીં જે પોસ્ટલ સ્ટેમ્પ અને બૂક કવર રિલીઝ થયું છે. તેના માધ્યમથી આ અદ્ભુત સફર દેશ અને દુનિયા સુધી પહોંચશે. 
વર્તમાન સમયે જ્યારે આપણે એ સાંભળીએ છીએ કે કોઇ ન્યૂઝપેપર 200 વર્ષથી ચાલે છે, ત્યારે આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. જ્યારે આ અખબાર શરુ થયું હતું, ત્યારે રેડીયોની શોધ નહોતી થઇ. છેલ્લા બે વર્ષમાં આપણે બધાએ અનેક વખત 100 વર્ષ પહેલા ફેલાયેલા સ્પેનિશ ફ્લુની ચર્ચા કરી છે. પરંતુ આ અખબાર તે વૈશ્વિક મહામારીના પણ 100 વર્ષ પહેલા શરુ થયું હતું. ઝડપથી બદલી રહેલા સમયમાં જ્યારે આવા તથ્ય સામે આવે છે ત્યારે આપણને આજે મુંબઇ સમાચારના 200 વર્ષ થવાનું મહત્વ વધારે સમજમાં આવે છે. મુંબઇ સમાચારના 200 વર્ષ અને ભારતની આઝાદીના 75 વર્ષનો સંયોગ સુખદ છે. માટે આજનાઆ અવસર પર માત્ર ભારતના પત્રકારત્વના ઉચ્ચ માનદંડો અને રાષ્ટ્રની ચિંતા સાથે જોડાયેલી પત્રકારત્વનો ઉત્સવ નથી ઉજવી રહ્યા પરંતુ આ આયોજન આઝાદીના અમૃત મહોત્સવની પણ શોભા વધારી રહ્યો છે.
મને વિશ્વાસ છે કે રાષ્ટ્રને જાગૃત કરવાનો આપનો આ મહાયજ્ઞ આ રીતે જ શરુ રહેશે. મુંબઇ સમાતાર માચ્ર એક સમાચારનું માધ્યમ નથી પરંતુ એક ધરોહર છે. મુંબઇ સમાચાર ભારતનું દર્શન છે અને ભારતની અભિવ્યક્તિ છે. ભારત કઇ રીતે દરેક ઝંઝાવત છતા અટલ રહ્યું. તેની ઝલક આપણને મુંબઇ સમાચારમાં પણ મળે છે. સમય અને પરિસ્થિતિના બદલાવ સાથે ભારતને પોતાને બદલ્યું છે, પરંતુ પોતાના મૂળ સિદ્ધાંતોને વધારે મજબૂત કર્યા છે. મુંબિ સમાચારે પણ દરેક નવા બદલાવને ધારણ કર્યો. અઠવાડીયામાં એક વારથી લઇને, અઠવાડિયામાં બે વખત, પછી દૈનિક અને હવે ડિજિટલ. દરેક સમયના નવા પડકારને અપનાવ્યા છે.
પોતાના મૂળ સાથે જોડાયેલા રહીને કઇ રીતે બદલાવને અંગીકીર કરી શકાય, મુંબઇ સમાચાર તેનું ઉદાહરણ છે. મુંબઇ સમાચાર જ્યારે શરુ થયું, ત્યારે ગુલામીનું અંધારુ હતું. આવા સમયે ગુજરાતી જેવી ભારતીય ભાષામાં અખબાર કાઢવું તે સરળ નહોતું. મુંબઇ સમાચારે તે સમયમાં ભાષા સાથેના પત્રકારને વિસ્તાર આપ્યો. જેની સફળતાને લોકોએ માધ્યમ બનાવી. લોકમાન્ય તિલકે પણ મરાઠી સાપ્તાહિક સાથે આઝાદીની લડાઇને વેગ આપ્યો. ફર્દુનજીએ ગુજરાતી પત્રકારત્વનો એક મજબૂત પાયો નાંખ્યો. ગાંધીજીએ દક્ષિણ આફ્રીકાથી પોતાનું પહેલું અખબાર ઇન્ડિયન ઓપિનિયન શરુ કર્યુ હતું. જેના સંપાદક જૂનાગઢના મનસુખલાલ નાગર હતા.
ત્યારબાદ બાપુએ એડિટર તરીકે ગુજરાતી અખબાર નવજીવનની કમાન સંભાળી. આઝાદીની લડાઇ હોય કે પછીલોકશાહીની પુનઃસ્થાપના, પત્રકારત્વની એક મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમા પણ ગુજરાતી પત્રકારત્વની ભૂમિકા ઉચ્ચ કોટિની રહી છે. 
તમે જાણો છો કે આ અખબારને ફર્દુનજીએ શરુ કર્યુ હતું. જ્યારે આ અખબાર પર સંકટ આવ્યું ત્યારે તેને કામા પરિવારે સંભળ્યું. આ પરિવારે આ અખબારને નવી ઉંચાઇ અપાવી. જે લક્ષ્ય સાથે આ અખબાર શરુ થયું હતું તેને મજબૂતી આપી. મા ભારતના ખોળે જે પણ આવ્યા, તમામ લોકોને સનમાન અવસરો મળ્યા છે. પારસી સમુદાય કરતા વિશેષ તેનું કોઇ ઉદાહરણ ના હોઇ શકે. જેઓ ક્યારેક ભારત આવ્યા હતા, તેઓ આજે પોતાના દેશને દરકે ક્ષેત્રમાં સશક્ત કરી રહ્યા છે. દેશના વિકાસમાં પારસી ભાઇ-બહેનોનું યોગદાન ઘણું મહત્વનું છે.
Tags :
Advertisement

.

×