Naresh Patel એ વિધિવત રીતે કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં નરેશ પટેલે આદિજાતિ વિકાસ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. પદભાર ગ્રહણ પ્રસંગે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું કે વિકાસનો રથ ક્યારેય થંભતો નથી અને તે સતત આગળ વધતો રહેશે.
Advertisement
- કેબિનેટ મંત્રી તરીકે Naresh Patel એ ચાર્જ સંભાળ્યો
- નરેશ પટેલે આદિજાતિ વિકાસના મંત્રીનો સંભાળ્યો ચાર્જ
- નરેશ પટેલને સ્વર્ણિમ સંકુલના પ્રથમ માળે ફાળવાઈ ઓફિસ
- નરેશ પટેલની સાથે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર પણ રહ્યા હાજર
- વિકાસનો રથ વણથંભ્યો હોય છે, તે નિરંતર ચાલુ રહેશેઃ નરેશ પટેલ
Naresh Patel : ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં, નરેશ પટેલે વિધિવત રીતે કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. તેમને આદિજાતિ વિકાસના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, અને સ્વર્ણિમ સંકુલના પ્રથમ માળે તેમને ઓફિસ ફાળવવામાં આવી છે. ચાર્જ સંભાળતી વખતે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર પણ તેમની સાથે હાજર રહ્યા હતા. પદભાર ગ્રહણ કર્યા બાદ નરેશ પટેલે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "વિકાસનો રથ વણથંભ્યો હોય છે, તે નિરંતર ચાલુ રહેશે," જે વિકાસ કાર્યોને અવિરત આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો : LIVE: નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ ગોર મહારજને કહ્યું - એવો મંત્ર બોલો કે અહીં આવતા સૌના કામ થઈ જાય
Advertisement
Advertisement


