ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ કોના બનશે "નરેશ"
ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલની રાજકારણમાં આવવાની અટકળો છેલ્લા ઘણા વર્ષથી લાગી રહી છે. રાજકીય આગેવાનો નરેશ પટેલને ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડવા મથી રહ્યા છે. આ ઘટના પહેલી વાર બની નથી આ અગાઉ પણ નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે તે અટકળો અનેક વખત વહેતી થઇ ચૂકી છે.નરેશ પટેલ સતત ચર્ચામાં રહ્યા છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપમાં જોડાશે અને રાજકીય કારકિર્દીની શરૂઆત ક
Advertisement
ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલની રાજકારણમાં આવવાની અટકળો છેલ્લા ઘણા વર્ષથી લાગી રહી છે. રાજકીય આગેવાનો નરેશ પટેલને ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડવા મથી રહ્યા છે. આ ઘટના પહેલી વાર બની નથી આ અગાઉ પણ નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે તે અટકળો અનેક વખત વહેતી થઇ ચૂકી છે.
નરેશ પટેલ સતત ચર્ચામાં રહ્યા છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપમાં જોડાશે અને રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે. આ પહેલા પણ નરેશ પટેલે જણાવ્યું છે કે, સમાજને પૂછીને નિર્ણય લઇશ. ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીક આવી પહોંચી છે એવા સંજોગોમાં 2022ની ચૂંટણીને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહયા છે.
કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપી દીધું છે. આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હતી આ મુદ્દે નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણ અંગે સમાજ મને આદેશ કરશે, હું સમાજને પૂછીને નિર્ણય કરીશ. રાજકારણમાં જોડાવવા અંગે 20થી 30 માર્ચ વચ્ચે નિર્ણય જાહેર કરીશ.
પાટીદાર પર થયેલા કેસ પરત ખેંચવા કવાયત
પાટીદાર અગ્રણી નરેશ પટેલ આ પહેલા પણ જયારે રાજકારણમાં પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે દુબઈના પ્રવાસે હતા અને ત્યારે પાટીદાર પર થયેલા કેસ પરત કરવા માટેની વાત કરવામાં આવી હતી. ફરી આજે એ વાત વાગોળવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાની કાર્યવાહી એ વેગ પકડ્યો છે. જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સથી કેસની વિગત માંગી છે.
ભાજપએ પાડ્યો ખેલ
ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અને પાટીદારના અગ્રણી નેતા નરેશ પટેલને ભાજપના જોડાવવા અંગે ભાજપના નેતાઓ માથામણ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સૌરાષ્ટ્રના નેતાઓ નરેશ પટેલને રૂબરૂ મળી અને ભાજપમાં જોડાવવા સત્તાવાર જોડાવાનું આમંત્રણ આપશે.
2022માં મુખ્યમંત્રી ચહેરો નરેશ પટેલ ?
ગુજરાતમાં કોંગ્રેસમાં વિપક્ષનેતા કે પ્રદેશ પ્રમુખ બંને હોદ્દા માંથી એક પણ હોદ્દા પર પાટીદાર ચેહરો નથી. આ પહેલા વિપક્ષ નેતા તરીકે સૌરાષ્ટ્રના પાટીદાર નેતા પરેશ ધાનાણી હતા પરંતુ તેમને રાજીનામુ આપ્યા બાદ ન તો સૌરાષ્ટ્રને મહત્વ આપવામાં આવ્યું ન તો પાટીદાર નેતાને. કોંગ્રેસે ફરી "ખામ" થિયરી અપનાવી તેવું લાગી રહ્યું છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહરો બનાવે તો નવાઈ નહિ.


