કચ્છનો 'ક' અને ખમીરનો 'ખ' અને તેનું નામ કચ્છડો બારે માસ: PM MODI
વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભુજમાં 11 પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને ભુજમાં સ્મૃતિ વન, વીર બાળક સ્મારકનું તથા રિજીયોનલ સાયન્સ સેન્ટર સહિતના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. નર્મદા બ્રાન્ચ કેનાલનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું હતું.વડાપ્રધાને પ્રવચનની શરુઆત કચ્છી બોલીમાં કરી હતી. તેમણે કહ્યું કે આજે મન બહુ ભાવનાઓથી ભરાયેલુ છે. ભુજીયા ડું
Advertisement
વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભુજમાં 11 પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને ભુજમાં સ્મૃતિ વન, વીર બાળક સ્મારકનું તથા રિજીયોનલ સાયન્સ સેન્ટર સહિતના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. નર્મદા બ્રાન્ચ કેનાલનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું હતું.
વડાપ્રધાને પ્રવચનની શરુઆત કચ્છી બોલીમાં કરી હતી. તેમણે કહ્યું કે આજે મન બહુ ભાવનાઓથી ભરાયેલુ છે. ભુજીયા ડુંગરમાં સ્મૃતિ વન મેમોરીયલ અને અંજારમાં વીર બાળક સ્મારકનું લોકાર્પણ કચ્છની ગુજરાતની અને દેશની વેદનાનું પ્રતિક છે. અંજારમાં 75 પરિજનોએ બાળ સ્મારક બનાવાનો વિચાર આપ્યો હતો અને ત્યારે નક્કી કર્યું કે આ કામ પુરુ કરીશું, જે પ્રણ અમે લીધુ હતું તે આજે પુરુ થયું. જેમણે પોતાનાને ખોયા છે અને આજે ભારે મનથી હું આ સ્મારકને તેમને સમર્પિત કરું છું.
તેમણે કહ્યું કે કચ્છે જે પ્રેમ વરસાવ્યો છે, આશિર્વાદ આપ્યા છે જેથી હું આ ધરતી અને અહીંના લોકોને નમન કરું છું. બે દાયકા પહેલા કચ્છે જે સહન કર્યું અને ત્યારબાદ જે જુસ્સો બતાવ્યો તેની ઝલક સ્મૃતિ વનમાં છે. આ સ્મારક આગળ વધવાની શાસ્વત ભાવનાથી પ્રેરીત છે. અમેરિકામાં આતંકી હુમલા બાદ સ્મારક બનાવાયું છે. હિરોશીમા દુર્ઘટના બાદ બનાવાયેલું મ્યુઝિયમ પણ જોયું છે. હું દેશવાસીઓને નમ્રતાથી કહું છું કે સ્મૃતિ વન વિશ્વના આવા સ્મારકોની તુલનામાં એક પગલું પણ પાછળ નથી. અહી પ્રકૃતી, પૃથ્વી અને જીવનની શિક્ષાની વ્યવસ્થા કરાઇ છે. હવે તમારા ઘેર મહેમાન આવે તો સ્મૃતિ વન જોયા વગર મોકલશો નહી. બાળકોની ટૂરમાં પણ એક દિવસ સ્મૃતિ વનનો રાખો.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે 2047 ભારત ડેવલપ કન્ટ્રી બનશે. જે કચ્છમાં હંમેશા દુકાળમાં રહેતો હતો અને પાણીની સમસ્યા હતી ત્યાં આજે દરેક ઘરમાં નર્મદાનું પાણી પહોંચે છે. જે નર્મદામાતાના દર્શન માટે લોકો યાત્રા કરે છે તે મા નર્મદા આજે કચ્છની ધરતી પર આવી છે. 2002માં ગુજરાત ગૌરવ યાત્રા વખતે માંડવી આવ્યો હતો ત્યારે મે કચ્છવાસીઓ પાસેથી આશિર્વાદ માંગ્યા હતા કે કચ્છના વિસ્તારોમાં હું મા નર્મદાનું પાણી આપી શકું. તેમણે કહ્યું કે આજે નહેરનું લોકાર્પણ થયું છે. કચ્છના લોકોની બોલી એટલી મીઠી છે કે જે એક વખત અહીં આવે તે કચ્છને ભુલી શક્તો નથી અને હું તો સેંકડો વખત કચ્છ આવ્યો છું. અહીંની દાબેલી, ભેળપૂરી, પાતળી છાશ, ખારેક અહીં શું નથી.
તેમણે કહ્યું કે મને ખુશી છે કે કચ્છ ફળોના ઉત્પાદનમાં ગુજરાતમાં નંબર 1 જીલ્લો બન્યો છે. તેમણે કમલમ ફ્રુટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણેકહ્યું કે પશુપાલનમાં સ્થિતી ચિંતાજનક હતી પણ આજે 20 વર્ષમાં કચ્છમાં દૂધનું ઉત્પાદન 3 ગણું વધ્યું છે. આજે સરહદ ડેરી રોજ 5 હજાર લીટર દૂધ ખેડૂતો પાસેથી લે છે. આજે સરહદ ડેરીના આધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે જેનાથી પશુપાલકોને ફાયદો થશે. કચ્છે ગુજરાતને વિકાસની નવી ગતિ આપી છે. દેશ દુનિયામાં ગુજરાતને બદનામ કરવાની સાજીશ કરાઇ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કાયદો બનાવાયો હતો. ગુજરાતે નવી ઔધ્યોગીક નિતી લાવી હતી અને કચ્છમાં ઔધ્યોગીક વિકાસ માટે લાખો રુપિયાનું રોકાણ થયું છે.
તેમણે કહ્યું કે દુનિયામાં ચર્ચા થઇ રહી છે કે જીસને કચ્છ નહીં દેખા ઉસને કુછ નહીં દેખા.. કચ્છ એક હિસ્સો નથી પણ એક સ્પિરીટ છે. ક કચ્છનો ક અને ખ ખમીરનો ખ અને તેનું નામ કચ્છડો બારે માસ.. તેમણે કહ્યું કે સ્મૃતિ વન દુનિયાનું નજરાણું છે જેની જાળવણી કચ્છની છે. ભુજીયા ડુંગરને લીલોછમ બનાવી દેવો છે. જેટલી તાકાત રણોત્સવમાં છે તેનાથી બમણી તાકાત સ્મૃતિ વનમાં છે. મોટા સપના સાથે મે આ કામ કર્યું છે. મને તમારી જીવંત ભાગીદારી જોઇએ છે. દુનિયામાં મારો ભુજીયો ડુંગર ગૂંજતો થાય તેના માટે મને તમારો સાથ જોઇએ છે. તમામને વિકાસની યોજનાઓ માટે દરેકને અભિનંદન આપું છું.
ભુજમાં યોજાયેલી વિશાળ જાહેરસભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું તિરંગી પાઘડી અને કચ્છી શાલ સાથે ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનશ્રીએ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે અને કચ્છ જીલ્લાના પાણીદાર વિકાસમાં ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે.
- વડાપ્રધાનશ્રી કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ
- અંદાજે રુપિયા 1745 કરોડના ખર્ચે કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલનું નિર્માણ
- જિલ્લાના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પુરુ પાડવાનું આયોજન
- ત્રણ ફોલ અને ત્રણ પમ્પિંગ સ્ટેશનના અદભૂત એન્જિનિયરિંગ તકનીક ધરાવતી નહેર
- કચ્છ બ્રાન્ચ કેનાલ રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવીમાંથી થાય છે પસાર
- શાખા નહેરની કુલ લંબાઈ 3557.185 કિ.મી.
- નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ
- વોટર કેનાલ બેડ પાવર હાઉસથી થશે 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન
- અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ
- ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરીકેડીંગ-ફેન્સીંગ
- કેનાલના પાણીથી ખાસ ક્ચ્છ જિલ્લાના ખેડૂતોને થશે લાભ
સરહદ ડેરી મિલ્ક પ્રોડ્કશન અને પ્રોસેસિંગ પ્લાંટ
- વડાપ્રધાનશ્રી સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટનું કરશે લોકાર્પણ
- રાજ્યનો સૌ પ્રથમ સોલાર સંચાલિત ઓટોમેકિટ મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટ
- રુપિયા 190 કરોડથી વધુના ખર્ચે 24 એકરમાં પ્લાંટનું નિર્માણ
- 3 મેગાવોટ વિજળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા સોલાર પાવર સંચાલિત
- સંપુર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાંટ
- દૈનિક 4થી 6 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવાની ક્ષમતા
- દહીં, છાશ, પનીર, માવો, પેંડા, ઘી જેવી દૂધની બનાવટો તૈયાર થશે
- વર્ષ 2009માં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરીની સ્થાપના
- 14 મંડળીથી શરૂ થયેલ ડેરી હાલ 735 મંડળીઓ કાર્યરત
- દૈનિક 5.35 લાખ લિટરથી વધુ દૂધ કલેકશન
- 735 મંડળીઓમાં 55 હજારથી વધુ પશુપાલકો ગ્રાહક
- વાર્ષિક 784 કરોડથી વધુ રુપિયાનું પશુપાલકોને ચૂકવણું
- લાખોંદ ખાતે ભારતનો સૌ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ
- દૈનિક 4100 લિટર ઊંટડીના દૂધનું કલેકશન
Advertisement
Advertisement


