નર્મદામાં સાંસદ અને ધારાસભ્ય ફરી આવ્યા આમને સામને
નર્મદામાં સંકલન સમિતિની બેઠક બાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને સાંસદ ફરી આમને-સામને આવ્યા છે. ધારાસભ્યએ સરકારી કાર્યક્રમોમાં કરોડોના ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે લંચ-ડિનરની એક ડિશ પાછળ ₹3,000 અને સ્ટેજ પાછળ કરોડોનો ખર્ચ સરકારી ગ્રાન્ટમાંથી કરાયો છે, જ્યારે આદિવાસી વિકાસ માટે ગ્રાન્ટ આવતી નથી.
Advertisement
- નર્મદામાં સાંસદ અને ધારાસભ્ય ફરી આવ્યા આમને સામને
- સંકલન સમિતિની બેઠક બાદ આવ્યા આમને સામને
- MLA ચૈતરભાઈએ સરકારી કાર્યક્રમ વિશે માંગી માહિતી
- ધારાસભ્યએ કાર્યક્રમોમાં કરોડોનો ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ
- રૂ. 3 હજારની ડિશ લંચ-ડિનરમાં આપવામાં આવી: MLA
- સ્ટેજનો ખર્ચો પણ કરોડોમાં કરવામાં આવ્યો: ધારાસભ્ય
- આ ખર્ચ સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા: ધારાસભ્ય
- આદિવાસીઓ માટે વિકાસની ગ્રાન્ટ નથી આવતી: MLA
- ખોટા કરોડોના ખર્ચ કરવા માટે આવે છે: ચૈતરભાઈ વસાવા
નર્મદા જિલ્લામાં સાંસદ અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વચ્ચેનો વિવાદ સંકલન સમિતિની બેઠક બાદ ફરી એકવાર સામે આવ્યો છે. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સરકારી કાર્યક્રમોની માહિતી માગતાં સીધો આક્ષેપ કર્યો કે આ કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.ચૈતરભાઈ વસાવાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે લંચ અને ડિનરમાં પ્રતિ ડિશ ₹3,000નો ખર્ચ કરવામાં આવ્યો હતો, અને સ્ટેજનો ખર્ચો પણ કરોડોમાં થયો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે આ તમામ ખર્ચાઓ સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા હતા. ધારાસભ્યએ કહ્યું કે આદિવાસીઓના વિકાસ માટે ગ્રાન્ટ આવતી નથી, પરંતુ ખોટા કરોડોના ખર્ચ કરવા માટે ગ્રાન્ટ આવી જાય છે. આ મામલે રાજકારણ ગરમાયું છે અને સંસદીય વિસ્તારમાં મોટો વિવાદ ઊભો થયો છે.આ અંગેનો સંપૂર્ણ અહેવાલ જુઓ.....
Advertisement


