Narmada : સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટી માર્ચ
આ યાત્રા રાજપીપળાથી ગરુડેશ્વર દત્ત મંદિર સુધી પહોંચી છે. એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી પણ જોડાયા છે.
Advertisement
નર્મદા જિલ્લામાં સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા રાજપીપળાથી ગરુડેશ્વર દત્ત મંદિર સુધી પહોંચી છે. એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી પણ જોડાયા છે. રાજ્ય કક્ષાના મંત્રી સુકાંત મજુમદાર પણ યાત્રામાં જોડાયા છે. સુકાંત મજુમદારે કહ્યું કે, સરદાર પટેલને લોખંડી પુરુષ પણ કહેવાય છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવાનું મોદીજીનું સપનું છે. જ્યારે કિશન રેડ્ડીએ કહ્યું કે, દેશ હંમેશા સરદાર પટેલનો આભારી રહેશે. સરદાર પટેલના કારણે જ હૈદરાબાદ ભારત સાથે છે. તેલંગાણાની જનતા સરદાર પટેલને ક્યારેય નહીં ભૂલે.... જુઓ અહેવાલ
Advertisement


