Narmada: AI ના જમાનમાં નર્મદાના આ હાલ? ક્યારે બદલાશે આ 'સૂરત' ?
Narmada : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલું ઝરવાણી ગામ, જે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘Statue of Unity’ની નજીક આવેલું છે, આજે વહીવટી ઉપેક્ષા અને ઈચ્છાશક્તિના અભાવનો શિકાર બન્યું છે. આ ગામ, જે આદિવાસી વસ્તી (tribal population) ધરાવે છે,...
Advertisement
Narmada : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલું ઝરવાણી ગામ, જે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘Statue of Unity’ની નજીક આવેલું છે, આજે વહીવટી ઉપેક્ષા અને ઈચ્છાશક્તિના અભાવનો શિકાર બન્યું છે. આ ગામ, જે આદિવાસી વસ્તી (tribal population) ધરાવે છે, તેની દયનીય સ્થિતિ એ દર્શાવે છે કે જ્યાં એકતાના પ્રતીક સરદાર પટેલ (Sardar Patel) ની પ્રતિમા ઊભી છે અને નર્મદાનું પાણી કચ્છના રણ (Rann of Kutch) સુધી પહોંચ્યું છે, ત્યાં ગ્રામજનોની મૂળભૂત સુવિધાઓની માંગ હજુ અધૂરી રહી છે. ખરાબ રસ્તાઓ અને પુલની અછતને કારણે ગામના લોકો જીવના જોખમે ખાડી પાર કરવા માટે બંધ થયેલા વીજથાંભલાનો આધાર લઈ રહ્યા છે, જે એક કરુણ ચિત્ર રજૂ કરે છે
Advertisement


