Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભુજોડી ગામ ખાતે વણાટકામના કારીગરો સાથે રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષએ મુલાકાત કરી

કચ્છમાં પરંપરાગત રીતે વણાટકામની કલા વિશે તેઓએ વિગતવાર માહિતી કારીગરો પાસેથી મેળવી હતી. બારીકાઈથી અને ચીવટપૂર્વક કરવામાં આવતા વણાટકામની અધ્યક્ષાએ પ્રસંશા કરી હતી અને કારીગરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.  ભુજ તાલુકાના ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ્ મેમોરિયલની મુલાકાત તેઓએ લીધી હતી. તેઓએ વંદે માતરમ્ મેમોરિયલ પરિસરમાં સ્થિત ક્રાફટ સ્ટોલની મુલાકાત લઈને ખાવડા પેઈન્ટ પોટરી
ભુજોડી ગામ ખાતે વણાટકામના કારીગરો સાથે રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષએ મુલાકાત કરી
Advertisement
કચ્છમાં પરંપરાગત રીતે વણાટકામની કલા વિશે તેઓએ વિગતવાર માહિતી કારીગરો પાસેથી મેળવી હતી. બારીકાઈથી અને ચીવટપૂર્વક કરવામાં આવતા વણાટકામની અધ્યક્ષાએ પ્રસંશા કરી હતી અને કારીગરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.  ભુજ તાલુકાના ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ્ મેમોરિયલની મુલાકાત તેઓએ લીધી હતી. તેઓએ વંદે માતરમ્ મેમોરિયલ પરિસરમાં સ્થિત ક્રાફટ સ્ટોલની મુલાકાત લઈને ખાવડા પેઈન્ટ પોટરી, હાથવણાટ કામ, ખરડ કલા, બ્લોક પ્રિન્ટિંગ, વાંસ ક્રાફટ, ચર્મકામ તેમજ માટી આભલા કલા વિશે માહિતી મેળવી હતી.
ક્રાફ્ટ વિલેજ ગણાતા ભુજોડીની કારીગરી અનેક દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે આજે ભુજોડીની કલા પણ અનેક દેશ વિદેશમાં પ્રખ્યાત છે આજે મહિલા અધ્યક્ષ એ ભુજોડીની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા અને વણાટ કામના કારીગરોની મુલાકાત લીધી હતી અને તેઓને પીઠ થાબડી હતીકચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભુજોડી ગામ ખાતે વણાટકામના કારીગરો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ  રેખા શર્માએ મુલાકાત કરી હતી. અને તેઓ કઇ રીતે વસ્ત્રો બનાવે છે તેની જાત માહિતી મેળવી હતી
આ પ્રસંગે તેમની સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી  સુલોચના પટેલ, હેન્ડીક્રાફ્ટના આસિસ્ટન્ટ ડાયરેકટર રવિવીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા બે દિવસથી તેઓએ ભુજના સમૂર્તિવન સહિતની મુલાકાત લીધી હતી તેઓએ કચ્છના પ્રવાસન સ્થળોના વખાણ કર્યા હતા  તેમની મુલાકાતમાં તંત્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×