Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ગુજરાત મુલાકાત, ધારાસભ્યો સાથેની બેઠકમાં પહોંચ્યાં

આવતી કાલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે  NDA ના રાષ્ટ્રપતિ પદના પ્રબળ ઉમેદવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ તેમના સ્વાગતમાં પહોંચ્યાં હતા.  દ્રૌપદી મુર્મૂ અમદાવાદ એરપોર્ટથી સીધા બપોરે 12 :30 વાગ્યે ગાà
ndaના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ગુજરાત મુલાકાત  ધારાસભ્યો સાથેની બેઠકમાં પહોંચ્યાં
Advertisement
આવતી કાલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે  NDA ના રાષ્ટ્રપતિ પદના પ્રબળ ઉમેદવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ તેમના સ્વાગતમાં પહોંચ્યાં હતા.  દ્રૌપદી મુર્મૂ અમદાવાદ એરપોર્ટથી સીધા બપોરે 12 :30 વાગ્યે ગાંધીનગર સ્થિત નારાયણી રિસોર્ટ પહોંચ્યાં હતાં.  જ્યાં મુર્મૂ ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત ભાજપના તમામ નેતાઓ પણ દ્રૌપદી મુર્મૂ સાથેની બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે. 
NDA રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાતે છે. એનડીએના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાંધીનગર આવ્યાં છે. જ્યાં તેઓ ભારતીય જનતા પાર્ટી જે ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યો સાથે  બેઠક કરી રહ્યાં છે. જેમાં સંગઠનના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યાં છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદારોની કુલ સંખ્યા 4809 છે, જેમાંથી 776 સાંસદ છે અને 4033 ધારાસભ્યો છે. 
આ પહેલાં ગાંધીનગર નજીકના નારાયણી રિસોર્ટમાં આ બેઠકની તૈયારીઓ કરાઇ હતી. જેમાં 150 વ્યક્તિ માટે બેઠક વ્યવસ્થા કરાઇ હતી. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ સધન કરાઇ હતી. સાથે જ હોટલના સિનિટર મેનેજર રાજેશ મિશ્રા  તરફથી કહેવાયું હતું કે ,રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના આગમનના પગલે વિશિષ્ટ વ્યવસ્થા કરાઇ છે, તેમને ગુજરાતી અને નોર્થ ઇન્ડિયન ભોજન પીરસાશે.
 
Tags :
Advertisement

.

×