નેપાળના વડાપ્રધાન ભારતની મુલાકાતે, જાણો શું અસર પડશે
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ભારતની મુલાકાતે આવી ચુકયા છે. અગાઉ તેમણે 2017માં ભારતની મુલાકાત લીધી હતી. જુલાઇ, 2021માં તેમણે પાંચમી વાર નેપાળની કમાન સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. તેથી જ તેમણે ભારતને પસંદ કરી પોલીટીકલી મેસેજ આપ્યો છે. મેસેજમાં ભારત પ્રત્યે આભાર અને દોસ્તી છુપાયેલો છે. નેપાળના વડાપ્રધાન ત્રણ દિવસ ભારતમાં રહેશે. તેમની આ મુલાકાતને ખુબ જ મહત્વપુર્ણ મ
Advertisement
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ભારતની મુલાકાતે આવી ચુકયા છે. અગાઉ તેમણે 2017માં ભારતની મુલાકાત લીધી હતી. જુલાઇ, 2021માં તેમણે પાંચમી વાર નેપાળની કમાન સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. તેથી જ તેમણે ભારતને પસંદ કરી પોલીટીકલી મેસેજ આપ્યો છે. મેસેજમાં ભારત પ્રત્યે આભાર અને દોસ્તી છુપાયેલો છે.
નેપાળના વડાપ્રધાન ત્રણ દિવસ ભારતમાં રહેશે. તેમની આ મુલાકાતને ખુબ જ મહત્વપુર્ણ મનાઇ રહી છે. બંને દેશોના સંબંધ થોડા સમય માટે ખટાશ ભર્યા રહ્યા હતા પણ હવે તેમાં સુધારો આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે સર્જાયેલી ખાઇનો ફાયદો ઉઠાવવા ચીને ચાલ ચાલી હતી જે નિષ્ફળ સાબિત થઇ હતી.નેપાળને ચાઇનાની ચાલની જાણ થઇ ગઇ હતી. તેથી જ તેણે બેલ્ટ એન્ડ રોડ ઇનીશીયેટીવ ના કાવતરાંમાં ફસાવાનો ઇન્કાર કર્યો હતો. શ્રીલંકાની જેમ તે પણ પોતાની દુર્ગતી કરવા માંગતું નથી. શ્રીલંકા આજે પોતાના ખરાબ અનુંભવમાંથી પસાર થઇ રહ્યું છે. બીજી તરફ યુક્રેન વોરના કારણે વિશ્વભરમાં ઉથલ પાથલ મચી ગઇ છે.
નેપાળના વડાપ્રધાન ભારતના ઉચ્ચ નેતાઓ સાથે તમામ મુદ્દા પર વાતચીત કરી શકે છે. દેઉબાના ભારતની સાથેના સંબંધો વધુ મજબુત થાય તેની પર વધુ ભાર આપી રહ્યા છે. વેપાર, રોકાણ, કનેક્ટિવીટી અને આરોગ્યના ક્ષેત્રોમાં તે ભારતનો સહકાર માંગી રહ્યા છે. સીમા પાર રેલવે પરિયોજનામાં ભારત ફંડીંગ કરી રહ્યું છે. આ પ્રવાસમાં કાઠમંડુની સાથે એક ભારતીય શહેરને જોડતી એક રેલવે લાઇનની પણ જાહેરાત થઇ શકે છે. આ નિર્ણય દ્વિપક્ષીય સબંધો માટે ખુબ જ મહત્વનો સાબિત થશે. ખાસ કરીને નેપાળ બેલ્ટ એનમ્ડ રોડ ઇનીશીયેટીવમાં સામેલ થવા માટે નેપાળે ચીનની દરખાસ્ત ઠુકરાવી દીધી છે.


