Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TMKOC શોને મળ્યા નવા તારક મહેતા, શૈલેષ લોઢા પાછા નહીં ફરે

જેઠાલાલ અને દયાબેનના તો કોણ ચાહક નહીં હોય. બાળકોથી માંડીને વડીલોમાં આ કોમેડી શો ખુબ જ લોકપ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka ooltah chashmah)ના ચાહકો માટે એક ખુબ જ સારા સમાચાર   આવી  રહ્યા છે. ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં આખરે શૈલેષ લોઢાની જગ્યા મળી ગઈ છે. શોના નિર્માતાઓએ નવા તારક મહેતાના રોલ માટે પ્રખ્યાત ટીવી અભિનેતા સચિન શ્રોફને ફાઈનલ કર્યા છે.સચિન શ્રોફ નàª
tmkoc શોને મળ્યા નવા તારક મહેતા  શૈલેષ લોઢા પાછા નહીં ફરે
Advertisement
જેઠાલાલ અને દયાબેનના તો કોણ ચાહક નહીં હોય. બાળકોથી માંડીને વડીલોમાં આ કોમેડી શો ખુબ જ લોકપ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka ooltah chashmah)ના ચાહકો માટે એક ખુબ જ સારા સમાચાર   આવી  રહ્યા છે. 
ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં આખરે શૈલેષ લોઢાની જગ્યા મળી ગઈ છે. શોના નિર્માતાઓએ નવા તારક મહેતાના રોલ માટે પ્રખ્યાત ટીવી અભિનેતા સચિન શ્રોફને ફાઈનલ કર્યા છે.
સચિન શ્રોફ નવા તારક મહેતા બનશે
તારક મહેતા શોના ચાહકો લાંબા સમયથી તારક મહેતાને મિસ કરી રહ્યા હતા કારણ કે શોના મુખ્ય અભિનેતા શૈલેષ લોઢાએ શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. જોકે ચાહકોને આશા હતી કે શૈલેષ લોઢા શોમાં પાછા ફરશે. પરંતુ હવે શૈલેષ લોઢાના કમબેકના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
અસિત મોદીએ શું કહ્યું?
અસિત મોદીએ કહ્યું હતું કે તેમણે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફને કાસ્ટ કર્યા છે. સચિને શૂટિંગ શરૂ કરી દીધું છે. શૈલેષને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને વચ્ચેનો રસ્તો કાઢવાનું વિચાર્યું હતું, પરંતુ તેમણે શો છોડી દીધો. વ્યૂઅર્સ રોકાઈ શકે એમ નથી, તેથી તેઓ તારક મહેતા તરીકે કોઈકને તો શોમાં લાવવાના જ હતા.
 કોણ  છે સચિન  શ્રોફ ?
સચિન શ્રોફ લોકપ્રિય ટીવી અભિનેતા છે. તેણે ઘણા ટીવી શોમાં પોતાના શાનદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. સચિન ઓટીટી સીરીઝ આશ્રમમાં પણ જોવા મળ્યો હતો. સચિનને ​​નવા તારક મહેતાના રોલમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
Tags :
Advertisement

.

×