હરિયાણામાં IPS અધિકારીના સુસાઈડ કેસમાં નવો વળાંક!
- આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી સુસાઈડની ઘટના
- હરિયાણા IPS અધિકારી સુસાઈડ કેસમાં નવો વળાંક!
- હવે ASI સુસાઈડ નોટ લખી કરી ટૂંકાવ્યું જીવન!
- આત્મહત્યા કરતા પહેલા ASIએ જાહેર કર્યો વીડિયો!
- 'મને IPS પૂરન કુમારે હેરાન કર્યો, DGP સાહેબ ઈમાનદાર'
- મૃતક IPS પૂરન કુમાર પર ASIએ લગાવ્યા ગંભીર આક્ષેપ
- ભ્રષ્ટ સિસ્ટમ સામે શહાદત આપી છેઃ ASI સંદીપ લાઠર
Haryana IPS suicide case : સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી હરિયાણાના IPS અધિકારી પૂરન કુમારની આત્મહત્યાની ઘટનામાં એક ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે. 7 ઓક્ટોબરે ચંદીગઢ ખાતે પોતાના આવાસમાં ગોળી મારીને આત્મહત્યા કરનાર IPS અધિકારીના કેસમાં હવે ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) સંદીપ લાઠરે પણ સુસાઈડ નોટ લખી અને વીડિયો જાહેર કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં ASI સંદીપ લાઠરે મૃતક IPS પૂરન કુમાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને જણાવ્યું છે કે, 'મને IPS પૂરન કુમારે હેરાન કર્યો. DGP સાહેબ ઈમાનદાર છે, પરંતુ આ ભ્રષ્ટ સિસ્ટમ સામે મેં શહાદત આપી છે.' ASI એ લમણે ગોળી મારીને જીવનનો અંત આણ્યો છે. ASI દ્વારા લગાવવામાં આવેલા આ મોટા આરોપો સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ હાઈ-પ્રોફાઇલ કેસમાં કેવા અને કેટલા નવા ખુલાસા થાય છે.
આ પણ વાંચો : વડોદરામાં વાહન ચોર ગેંગનો પર્દાફાશ! 14 ચોરીના વાહનો સાથે 2 આરોપીઓ ઝડપાયા


